હવેથી સોમવારથી શનિવાર બપોરે 3 વાગ્યે દિવ્ય ભાસ્કર એપ પર જુઓ 'પારકી પંચાત' આ કાર્યક્રમમાં રાજનીતિ, બ્યૂરોક્રેસી, સહકાર ક્ષેત્રની, ફિલ્મ કે રમતગમત જેવાં ક્ષેત્રોમાં અંદર ચાલી રહેલી ચર્ચાઓ કે ગોસિપ તમારા સુધી પહોંચાડીશું. નેતાની પલટીથી માંડીને અધિકારીઓની બદલી સુધીની એવી ખબરો, જેની પુષ્ટિ ન થઈ શકી હોય, પરંતુ પંચાત ચોક્કસથી શરૂ થઈ ગઈ.
આજે 'પારકી પંચાત'ની ખાસ રજૂઆતમાં જાણીએ કે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી, જે એક સમયે બધી માહિતી રાખતા હતા, તે નીતિનભાઈ પટેલને હવે જ્યાં-ત્યાં થતી વાતોમાંથી રસ કેમ ઊડી ગયો છે ? બાબા બાગેશ્વરની ગુજરાતમાં યોજાનારી કથાને લઈ રાજકારણ ગરમાયું છે, ત્યારે સમજદાર ગણાતા યજ્ઞેશભાઈ પણ કોમેન્ટ કરતા જોવા મળ્યા! જોકે બ્રાહ્મણ આગેવાન છે કે ભાજપના નેતા... એ નક્કી કરવામાં યજ્ઞેશભાઈ ઘણા મૂંઝવણમાં લાગે છે. તો બીજી તરફ, કોંગ્રેસ અને ગાંધી પરિવાર માટે જીવન ખપાવી દીધું તેના જ વારસદારોને કોંગ્રેસમાં હજુ કોઈ મોટો હોદ્દો નથી મળ્યો એની ચર્ચા ચાલી રહી છે. આ વીડિયો જોવા માટે ઉપરના ફોટા પર ક્લિક કરો અને જુઓ રાજ્યમાં ચાલતી કેટલીક ચર્ચાસ્પદ વાતો અંગેની 'પારકી પંચાત'
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.