• Gujarati News
  • Local
  • Gujarat
  • What Instructions Did AMC Give Before Holika Dahan? From Where The Accused Of Ahmedabad Hit And Run Case Was Caught, See Seven Big News

ગુજરાત ઈવનિંગ ન્યૂઝ બુલેટિન:કયા-કયા જિલ્લામાં માવઠું થયું? ક્યાંથી ઝડપાયો અમદાવાદ હિટ એન્ડ રન કેસનો આરોપી? જુઓ સાત મોટા સમાચાર

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદીઓને કોર્પોરેશનની અપીલ

ભારતમાં વર્ષોથી પારંપારિક રીતે હોળીના તહેવારનું વિશેષ મહત્વ છે, હોળીના દિવસે ગામ શેરી અને નગરોમાં હોલિકા દહન કરવામાં આવે છે અને તેના બીજા દિવસે રંગોનો ઉત્સવ ધુળેટી મનાવવામાં આવે છે. હોળીના તહેવારને ગણતરીની કલાકો જ બાકી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને શહેરના જાહેર રસ્તા પર હોળી ન પ્રગટાવવાની અપીલ કરવામાં આવી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હોળીના તહેવારને લઈને અમદાવાદીઓને અનુરોધ કર્યો છે. હોળીના તહેવારની ઉજવણી કરવા માટે અનેક જગ્યાએ રસ્તામાં ખાડા કરવામાં આવે છે જેના કારણે રોડને નુકસાન થાય છે. જેને અટકાવવા કોર્પોરેશન દ્વારા લોકોને અપીલ કરતા કહેવામાં આવ્યું છે કે હોળી પ્રગટાવતા પહેલા રોડ ઉપર માટી નાખવામાં આવે અને તેની ઉપર હોળી પ્રગટાવવામાં આવે. જેથી રોડને નુકસાન ન થયા છે. જ્યાં પણ માટીની જરૂરિયાત હશે તે AMC દ્વારા પૂરી પવાડમાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે.

નોકરી કૌભાંડમાં મોટી કાર્યવાહી

કરાઈમાં નકલી પીએસાઈએ મામલે હવે મોટા એક્શન લેવાયા છે. જવાબદાર પોલીસ કર્મચારી અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નકલી PSI મયુર તડવી કેસમાં 4 ADI અને 2 PIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, કરાઈ એકેડેમીમાં તાલીમ દરમિયાન નકલી PSI ઝડપાયો હતો. મયુર તડવી નામનો આરોપી પરીક્ષા પાસ કર્યા વિના તાલીમ લેવા માટે આવ્યો હતો. કરાઇ પોલીસ એકેડમીમાં નકલી પીએસઆઇ મુદ્દે પોલીસે ગત 1લી માર્ચે આરોપી મયુર તડવીની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને ગાંધીનગર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. તેની સામે કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ગાંધીનગર કોર્ટે આરોપી મયુર તડવીના 10 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

સૌરાષ્ટ્રવાસીઓને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા ગોંડલ ચોકડી બ્રિજ પર થતી હતી. સમસ્યાને ધ્યાનમાં રાખીને 12 મીટરનો અતિ આધુનિક બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. છેલ્લા ચાર વર્ષથી આ બ્રિજ નું નિર્માણ કાર્ય ચાલુ હોવાથી પણ વાહનચાલકો આ નિર્માણ કામગીરીના કારણે પણ ખૂબ હાલાકી ભોગવી રહ્યાં હતા પરંતુ આજે સૌરાષ્ટ્રવાસીની મુશ્કેલીનો અંત આવી જશે. આજે સાંજે ભૂપેન્દ્ર પટેલ આ બ્રીજનું લોકાર્પણ કરશે. આ બ્રિજ ના નિર્માણ કાર્યથી માત્ર રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓને ટ્રાફિક સમસ્યાથી મુક્તિ મળશે..નેશનલ હાઇવે ઓથોરટીના અધિકારીઓ સાથે સતત સંકલનમાં રાજકોટ સીટી માત્ર પણ ટ્રાયંગલ બનાવવામાં આવ્યો છે. આગામી દિવસોમાં રાજકોટ જેતપુર માટે સિક્સલેન લઈને કામગીરી પૂરજોશમાં કરવામાં આવશે.જકોટ શહેરના ગોંડલ ચોકડી વિસ્તાર જૂનાગઢ તરફથી રાજકોટનો મુખ્ય પ્રવેશદ્વાર પણ માનવામાં આવે છે. તેમજ રાજકોટના લોકોને જૂનાગઢ તેમજ અમદાવાદ જવા માટે આ હાઈવે શહેરને જોડતો હોવાથી વાહનચાલકોને રાહત મળશે.

ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો

રાજ્યમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આજે ડાંગ, અમરેલી તેમજ ભાવનગર અને બોટાદ જિલ્લાના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદ પડતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. ખેતીના વિવિધ પાકોમાં નુકાસાનની ભીતિ સેવાઈ રહી છે.અમરેલીના ધારી ગીર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ધારીના ગોવિંદપુરમાં ધોધમાર વરસાદ વરસતા શેરીમાં નદીઓ થઇ વહેતી હોય તેવા દર્શ્યો સર્જાયા હતા. ગોવિંદપુર, સુખપુર, મીઠાપુર દલખાણીયામાં કમોસમી વરસાદ થયો છે. તેમજ ધારી શહેરમાં ધીમી ધારે વરસાદ થયો છે. અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા લોકો ચિંતામાં મુકાયા છે. નાળ, રબારીકા, ઠવી, વીરડી તેમજ ધારી ગીર અને સાવરકુંડલા પંથકમાં કમોસમી વરસાદ વરસતા રવીપાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે.

રાપરમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ

કચ્છમાં કમોસમી વરસાદ વચ્ચે દુર્ઘટના સર્જાઈ હતી. રાપરના તાલુકામાં ખેત મજૂર પર વીજળી પડતા મૃત્યુ નિપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, રાપર તાલુકાના કારીધાર વાંઢ વિસ્તારમાં ખેતરમાં કામ કરી રહેલા 26 વર્ષીય ખેત મજૂર કિશોર રઘુભાઈ કોળી પર વીજળી પડી હતી. જેથી તેઓને સારવાર માટે રાપરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

17 દિવસની નવજાતને ત્યજીને માતાપિતા ફરાર

વડોદરાની સયાજી હોસ્પિટલમાં 17 દિવસની બાળકીને ત્યજી માતા-પિતા ફરાર થઇ જવાની ઘટના સામે આવી છે. સયાજી હોસ્પિટલમાં પ્રસુતિ માટે આવેલી આરતી જાદવ નામની મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. જન્મ બાદ બાળકીને સારવારની જરૂર હોવાથી તેને દાખલ કરવામાં આવી હતી. જો કે નવજાત બાળકીને તેના માતા-પિતા સારવાર માટે મૂકીને ફરાર થઇ ગયા હતા. સમગ્ર મામલે હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે રાવપુરા પોલીસને જાણ કરી છે. પોલીસે નવજાત બાળકીના ફરાર માતા-પિતાની શોધખોળ હાથ ધરી છે.બાળકીને ત્યજી દેનાર જાદવ દંપતી વડોદરાના સાવલીના રસુલાપુરા ગામના હોવાનું સામે આવ્યુ છે. આ દંપતી પોતાની બાળકીની સારવાર માટે સયાજી હોસ્પિટલ આવ્યુ હતુ. આ બાળકીને ICUમાં મુકવામાં આવી હતી. બાળકીના માતા-પિતાને નિયમ મુજબ અલગ રાખવામાં આવ્યા હતા. જો કે અચાનક જ બાળકીના માતા-પિતા બાળકીને મુકીને હોસ્પિટલના સ્ટાફને કહ્યા વગર જ જતા રહ્યા હતા. હોસ્પિટલના સ્ટાફ દ્વારા આસપાસના વિસ્તારોમાં આ બાળકીના પરિવારજનો અંગે તપાસ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...