અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર બે વર્ષ બાદ ભવ્ય ફ્લાવર શોનું આયોજન થયું છે. આ વખતે વિવિધ પ્રકારનાં દેશી અને વિદેશી ફૂલોમાંથી બનેલા જિરાફ, હાથી જેવાં પ્રાણી, G-20 થીમ આધારિત સ્કલ્પ્ચર અને સંદેશ આપતાં લખાણો, આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત સ્કલ્પ્ચર, 200 ફૂટ લાંબી વિવિધ રંગની ગ્રીન વોલ તથા સેલ્ફી પોઇન્ટ્સ લોકોને આકર્ષી રહ્યા છે. તો વાઇલ્ડલાઇફ થીમ આધારિત જુદાં જુદાં સ્કલ્પ્ચર, સંજીવની પર્વત સાથેના હનુમાનજીની પ્રતિકૃતિ, ધન્વંતરિ ભગવાન અને ચરક ૠષિનાં સ્કલ્પ્ચર તૈયાર કરવામાં આવ્યાં છે. ઓર્કિડ, રેનેસ્ક્યુલસ, લિલિયમ, પિટુનિયા, ડાયન્થસ જેવા લાખો રોપા દ્વારા તૈયાર કરાયેલાં ફૂલો-છોડ પણ આ વખતે ફ્લાવર શોની શોભા વધારી રહ્યાં છે. ત્યારે આજની DB REELSમાં માણો ફ્લાવર શો 2023ની એક ઝલક.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.