તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની શક્યતા, 15 જુલાઈથી ધો.12ની સ્કૂલ અને કોલેજો ખૂલશે, કોંગ્રેસમાં હાર્દિકની રાજકીય હત્યાનું કાવતરું: નિખિલ સવાણી

અમદાવાદ24 દિવસ પહેલા

નમસ્કાર,
આજે શનિવાર છે, તારીખ 10 જુલાઈ, જેઠ વદ અમાસ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાનાં એંધાણ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડી શકે
2) ત્રણ દિવસ સુધી વેક્સિનેશન બંધ રહ્યા બાદ આજથી ફરીવાર રસીકરણ અભિયાન શરૂ થશે.
3) અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના કામને લઈ 6 જુલાઈથી બંધ જીવરાજબ્રિજ આજે બપોરના 12 વાગ્યાથી ખૂલશે.

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચારો

1) રાજ્યમાં 15 જુલાઈથી ધો.12 અને કોલેજના 18 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણ શરૂ થશે, વાલીની સંમતિ જરૂરી
રાજ્યમાં હવે કોરોનાના કેસો ઘટી ગયા હોવાથી સરકારે ધોરણ 12ની સ્કૂલો, કોલેજો અને ટેક્નિકલ સંસ્થાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. કોર કમિટીની બેઠકમાં 15મી જુલાઇ 2021, ગુરુવારથી ધો.12ની સ્કૂલો, પોલિટેકનિક સંસ્થાઓ અને કોલેજો 50% કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે. જોકે વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે.

વાંચો સમાચાર વિગતવાર

2) મારા મોટા ભાઈ હાર્દિક સાથે ખૂબ ગેરવર્તન થાય છે, તેની રાજકીય હત્યાનું કાવતરું કરી રહી છે કોંગ્રેસ: નિખિલ સવાણી
હાર્દિક પટેલનો જમણો હાથ ગણાતા નિખિલ સવાણીએ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો છે. નિખિલનો દાવો છે કે તેના મોટા ભાઈ સમાન હાર્દિક પટેલની સ્થિતિ કોંગ્રેસમાં સારી નથી. મારા મોટા ભાઈ હાર્દિક સાથે ખૂબ ગેરવર્તન થાય છે, કોંગ્રેસ તેની રાજકીય હત્યાનું કાવતરું કરી રહી છે.

વાંચો સમાચાર વિગતવાર

3) ગાંધીનગરના દહેગામમાં પરપ્રાંતીય મજૂર માલિક પર તૂટી પડ્યો, એક પછી એક પાઇપના 37 ફટકા મારી ઢીમ ઢાળી દીધું
ગાંધીનગરના દહેગામમાં પ્લાસ્ટિકની ફેક્ટરીના માલિકની હત્યાના સીસીટીવી સામે આવ્યા છે. એક 20 વર્ષીય પરપ્રાંતીય મજૂર ફેક્ટરીના માલિક પર પાઇપ લઇને તૂટી પડ્યો હતો. આરોપી મજૂર પર કોઇ ઝનૂન ચડ્યું હોય એમ એક પછી એક 37 જેટલા ફટકા માલિકના માથા અને શરીરના ભાગે માર્યા હતા. ગંભીર રીતે ઘાયલ થતાં ગૌતમ પટેલનું મોત નીપજ્યું હતું.

વાંચો સમાચાર વિગતવાર

4) બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, છ માળની ફૂડ ફેક્ટરીમાં આગ લાગતાં 52 લોકોનાં મોત
બાંગ્લાદેશના રૂપગંજમાં એક ફૂડ ફેક્ટરીમાં આગ લાગવાને કારણે 52 લોકોનાં મોત થયાં છે. ફાયર સર્વિસના ડેપ્યુટી ડિરેક્ટર દેબાશિષ વર્ધને મીડિયાને જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 40 મૃતદેહો અમને મળ્યા છે. રાહત-બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. લોકો પોતાનો જીવ બચાવવા ઉપરથી કૂદી પડ્યા હતા.

વાંચો સમાચાર વિગતવાર

5) ઓક્સિજન અંગે PMની ઉચ્ચ સ્તરીય બેઠક, દેશમાં 1500થી વધારે ઓક્સિજન પ્લાન્ટ લગાવાશે
PM મોદીએ શુક્રવારે દેશમાં ઓક્સિજનમુદ્દે હાઈ લેવલ મીટિંગ કરી હતી. આ બેઠકમાં તેમણે દેશમાં ઓક્સિજનનું ઉત્પાદન વધારવા અને એના પુરવઠાની સમીક્ષા કરી હતી. મોદીએ કહ્યું હતું કે દેશમાં 1500થી વધારે PSA ઓક્સિજન પ્લાન્ટ લગાવાશે. આ ઓક્સિજન પ્લાન્ટ દ્વારા 4 લાખથી વધુ ઓક્સિજન બેડને સપોર્ટ મળશે.

વાંચો સમાચાર વિગતવાર

6) ચંપત રાય અને અનિલ મિશ્રાને શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટથી દૂર કરવામાં આવી શકે છે, નવી જમીનની ખરીદી પર પ્રતિબંધ
અયોધ્યામાં રામ મંદિરના જમીનકૌભાંડને લઇને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS) એક્શનમાં નજરે આવી રહી છે. RSSનાં ભૈયાજી જોશી ટ્રસ્ટને લઇને રણનીતિ બનાવવામાં લાગી ગયા છે. શ્રી રામ જન્મભૂમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનાં જનરલ સેક્રેટરી ચંપત રાયને ચિત્રકૂટમાં ચાલી રહેલી બેઠકમાં બોલાવી શકાય છે. તેમને ટ્રસ્ટના કામથી દૂર પણ કરવામા આવી શકે છે.

વાંચો સમાચાર વિગતવાર

(7) દિલ્હી હાઈકોર્ટે ચિરાગ પાસવાનની અરજી નકારી, લોકસભા સ્પીકરે પશુપતિ પારસને LJPના નેતા માનવાના નિર્ણયને પડકારેલો
દિલ્હી હાઈકોર્ટે પશુપતિ પારસને લોક જનશક્તિ પાર્ટી (LJP)ના નેતા માનવા સામે ચિરાગ પાસવાનની અરજીને નકારી દીધી છે. 7 જુલાઈના રોજ મંત્રીમંડળનું વિસ્તરણ કર્યા બાદ LJP સાંસદ પાસવાને બુધવારે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) WHOના ચીફ સાયન્ટિસ્ટે કહ્યું- ભારત બાયોટેકની વેક્સિનના ડેટા સંતોષકારક; એની ઓવરઓલ એફિકેસી પણ વધુ
2)વ્હોટ્સએપે કોર્ટને કહ્યું- ડેટા પ્રોટેક્શન કાયદો બને ત્યાં સુધી યુઝર્સને પ્રાઇવસી પોલિસી એક્સેપ્ટ કરવા મજબૂર નહીં કરીએ
3) UPમાં ડેલ્ટાથી પણ ઘાતક કપ્પા વેરિયન્ટ મળ્યો,:109 સેમ્પલના જીનોમ સિક્વેન્સિંગમાં 2માં કપ્પા વેરિયન્ટની પુષ્ટિ થઈ
4) અફઘાનિસ્તાનના ત્રીજા ભાગના જિલ્લાઓમાં તાલિબાનોએ કબજો કરી લેતાં અફઘાન સૈનિક જીવ બચાવવા પાડોશી દેશમાં ભાગ્યા

આજનો ઈતિહાસ
વર્ષ 1806માં આજના દિવસે ભારતીય સૈનિકોએ અંગ્રેજો સામે પહેલો વિદ્રોહ કર્યો હતો.

અને આજનો સુવિચાર
જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...