• Gujarati News
  • Local
  • Gujarat
  • This Young Man Of Rajula Should Help People Without Taking A Photo, He Did Not Stumble Despite The Damage Caused By The Hurricane

અનોખો સેવાયજ્ઞ:રાજુલાનો આ યુવક ફોટો પડાવ્યા વગર લોકોની મદદ કરે, વાવાઝોડાંમાં નુકસાન થયું છતાં ડગ્યો નહીં

8 મહિનો પહેલા

રાજુલાના ડુંગર ગામના યુવકે અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે. આ યુવકનું નામ છે વિપુલ નારીગરા. સામાન્ય પરિવારમાંથી આવતાં આ યુવકે 2 હજાર ઘરમાં રાશન કીટ પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે. હાલ ગાંધીનગરમાં રહેતો આ યુવક પરિવારની સાથે મળીને રાજુલાના ગામોમાં રાશન પહોંચાડી રહ્યો છે. મહત્ત્વની વાત તો એ છે કે, આ માટે તે કોઈપણ પ્રકારની ફોટોગ્રાફી કરાવતો નથી. દશ વર્ષ પહેલાં હોટેલમાં વેઇટર તરીકે નોકરીએ જોડાયો હતો અને ક્રિકેટની પ્રેક્ટિસ કરતો હતો. આજે તેની પરિસ્થિતિમાં સુધારો થયો છે, જેને તે બજરંગદાસ બાપાની કૃપા માની રહ્યો છે. વાવાઝોડામાં તેના રાજુલા સ્થિત ઘરનો બીજો માળ પણ પડી ગયો છે, આમ છતાં તેમણે આ કાર્ય ચાલુ રાખ્યું છે. બે દિવસમાં જ તેમણે 500થી વધારે કીટનું વિતરણ કરી દીધું છે. વિપુલના આ કાર્યને અનેક લોકોએ બિરદાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...