પ્રમુખસ્વામીના શતાબ્દી મહોત્સવમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના ઉદઘાટન માટે આવેલા વડાપ્રધાન મોદી અહિંની વ્યવસ્થા અને ટેકનોલોજીનો ઉપયોગ જોઈને આશ્ચર્યચકિત રહી ગયા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના ચહેરાના પણ ભાવ બદલાતા જોવા મળ્યા. પ્રમુખ સ્વામી મહારાજ નગરના મુખ્ય પ્રવેશ દ્વારના ઉદઘાટન માટે સ્ટેજ પર બેસેલા મહાનુભાવોને ચાલીને ન જવું પડે, અને આખુ સ્ટેજ જ રેડ કાર્પેટ પર આગળ વધે એવી ટેકનોલોજીની વ્યવસ્થા કરવામાં આવી. એક રીતે જ આધુનિક રથ જ જોઈ લો. રિમોટ લઈને એક વ્યક્તિ સાથે ચાલતી હતી. આ અનોખુ ઈલેક્ટ્રીક વ્હિકલ જોઈને બધા લોકો વિચારતા જ રહી ગયા. આજની DB REELSમાં જુઓ, હાથી-ઘોડા નહીં, રિમોટથી ચાલતા એક આધુનિક રથ પર સાધુ અને નેતાઓની હાઈટેક એન્ટ્રી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.