ઉત્તરાયણના પર્વ પર આપણે મોજથી પતંગ ઉડાડીએ છીએ, પણ પક્ષીઓ માટે આ તહેવાર ઘણીવાર જીવલેણ બની જતો હોય છે. રાજસ્થાનના જયપુરમાં પણ આવી જ એક ઘટના બની. એક કબૂતર વીજળીના તાર પર પતંગની દોરીના કારણે ફસાઈ ગયું. ઘણા લોકો આવતા-જતા આ કબૂતરને જોતા પરંતુ તેને બચાવવા માટે એટલી ઊંચાઈ સુધી પહોંચવું આસાન ન હતું. ત્યારે આ સર્કલ પર ડ્યુટી પર તૈનાત પ્રેમ સિંહ નામના એક પોલીસકર્મીને જબરો ઉપાય સુઝ્યો. તેમણે એક મિનિ બસને ટ્રાફિક વચ્ચે જ રોકાવી દીધી અને પછી બસ પર ચડીને કબૂતરને બચાવી લીધો. કબૂતરને કોઈ ગંભીર ઈજા નથી થઈને, એ ચકાસણી કર્યા બાદ સલામત રીતે તેને ઉડાડી દીધો. આ આખો ઘટનાક્રમ કોઈકે મોબાઈલમાં શૂટ કર્યો અને વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો. તો ઘણા લોકોએ પોલીસકર્મી પ્રેમ સિંહના વખાણ કર્યા. આજની DB REELSમાં જુઓ, પોલીસકર્મીએ દાખવેલી માનવતાનો વીડિયો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.