• Gujarati News
  • Local
  • Gujarat
  • The High Court Slammed The State Government On Which Issue? A Girl Died In A Fierce Fire In Ahmedabad

ગુજરાત ઈવનિંગ ન્યૂઝ બુલેટિન:ટ્રક સાથે અથડાતાં CNG કાર ભડકો, સલામી આપી યુવકને અંતિમ વિદાય, સુરતની હૉસ્પિટલમાં ભાવુક દૃશ્યો સર્જાયાં

એક મહિનો પહેલા

ભીષણ આગમાં તરુણીનું મોત
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ગિરધરનગર સર્કલ પાસે ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં સાતમા માળે આવેલા મકાનમાં આગ લાગી હતી. મકાનમાં લાગેલી આગને પગલે એમ્બ્યુલન્સ સહિત ફાયરબ્રિગેડની 15 ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. ઘરમાં રહેલા ચાર સભ્યમાંથી ત્રણ લોકોને બહાર નીકળવામાં સફળતા મળી હતી, જ્યારે એક તરુણી અંદર ફસાઈ ગઈ હતી. એ બાદ ફસાયેલી 15 વર્ષીય તરુણીને ફાયરબ્રિગેડની ટીમે જીવિત હાલતમાં બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં તેનું ગંભીર રીતે દાઝી જવાથી મોત નીપજ્યું હતું.

કારમાં આગ લાગતા ડ્રાઈવર ભડથું!
ભાવનગર જિલ્લામાં મહુવા પાસે આજે એક અકસ્માતની દર્દનાક ઘટના બની હતી. જ્યાં મહુવાના વડલી-નેસવડ રોડ પર સવારે 10 વાગ્યા આસપાસની આ ઘટના હોવાનું મનાય છે. જેમાં ટ્રક અને કાર અથડાયા બાદ કારમાં આગ ફાટી નીકળતા તેનો ચાલક બળીને ભડથું થઈ ગયો હતો. અકસ્માત બાદ દરવાજા ખુલ્લી શક્યા ન હતા અને કારમાં સવાર એક વ્યક્તિ આગમાં ખાક થઈ જતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. આ ભોગગ્રસ્ત કોણ છે તેની ઓળખ મેળવવા તજવીજ ચાલી રહી છે.

ચાઈનીઝ દોરી મુદ્દે હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી
હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી કહ્યું- ચૂંટણીમાં પ્રચાર કરો છો તેમ ચાઈનીઝ દોરીનો દુરુપયોગ કરો છો. ગુજરાતમાં ચાઈનીઝ દોરીના ઉપયોગના કારણે અનેક લોકોના જીવનું જોખમ હોય છે, એ સંદર્ભે હાઇકોર્ટમાં આજે ગુજરાત સરકાર તરફથી બીજી એફિડેવિટ ફાઇલ કરવામાં આવી હતી. તેનાથી હાઈકોર્ટને અસંતોષ લાગતા ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી અને ચૂંટણીમાં જે રીતે પ્રચાર કરો છો, તે રીતે જ ચાઈનીઝ દોરીના દૂરુપયોગ અંગેનો પ્રચાર કરવામાં આવે તેવું જણાવ્યું હતું. એટલું જ નહીં, જરૂર પડે તો ન્યુઝ ચેનલ તેમજ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને પણ ચાઈનીઝ દોરીનો ઉપયોગ અટકાવવામાં આવે તેવું સૂચન હાઇકોર્ટે કર્યું છે.

નકલી પોલીસ.. નકલી પત્રકાર.. નકલી રેડ
પાટણમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નકલી પોલીસ અને પત્રકાર બનીને વેપારીઓને લૂંટતી ટોકળી સાથે ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો વેપલો પણ ઝડપાયો છે. પાંચ શખ્સોની ટોળકીએ ગ્રાહક બનીને ચાઇનીઝ દોરીનો વ્યપાર કરતા વેપારીને ફોન કર્યો ને દોરી મંગાવી.. જ્યારે વેપારી દોરી આપવા ગયો તો નકલી પોલીસ અને પત્રકારોની ઓળખ આપીને ડરાવી ધમકાવીને 50 હજાર માંગ્યા.. પણ ન મળતાં 3500 રોકડા અને 5 હજારનો મોબાઇલ લઇને અપહરણ કરીને મારમાર્યો.. આ ઘટના ચાલી રહી હતી ને અસલી પોલીસ આવી જતાં જોવા જેવી થઇ... આ ઘટનામાં નકલી પોલીસ અને પત્રકારની ટોળકીના બે શખ્સોને ઝડપીને ઓળખ કરી તો પોલીસ પણ ચોંકી ગઇ હતી. કારણ કે, એમાનો એક આરોપી તો તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણી લડ્યો હતો.

શાળામાં જ બાળમજૂરી?
રાજકોટ શહેર અને જિલ્લામાં બાળમજૂરી અટકવવા માટે શુક્રવારે કલેકટર અરુણ બાબુએ ચાઈલ્ડ લેબર ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સની બેઠક બોલાવી હતી અને ખાસ ખાસ ડ્રાઈવ કરવા આદેશ આપ્યા હતા. અને શુક્રવારે જ રાજકોટના કોઠારિયા સોલવન્ટમાં આવેલી નારાયણનગર કન્યાશાળામાં બાળાઓ પાસે સ્કૂલ કેમ્પસમાં રહેલી ઇંટો અને બ્લોક ઉપડાવતા હોવાનો વીડિયો ફરતો થતા વિવાદ થયો હતો. જે બાદ આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી તપાસ માટે પહોંચ્યા હતા. જ્યાં પ્રિન્સિપાલે બ્લોક અંદર લેવાની કામગીરીમાં શાળાની વિધાર્થીનીઓ મદદ કરવા આવી હોવાનો દાવો કર્યો હતો.આ મામલે કેબિનેટ મંત્રી ભાનુ બાબરિયાએ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર પાસેથી વિગતો મંગાવી તપાસના આદેશ આપ્યા છે.એટલું જ પ્રિન્સિપાલે સમગ્ર મામલે માફી પણ માગી છે.

અંગદાનથી ઉજાસ પથરાયો
અંગદાનના શહેર તરિકેની ઉપમા મેળવનારા સુરતમાંથી વર્ષ 2023ની શરૂઆતમાં જ અંગદાન થયું છે. લેઉવા પટેલ સમાજના 38 વર્ષીય વિપુલભાઈ લાભુભાઈ ભીકડીયાના પરિવારે બ્રેઈનડેડ વિપુલભાઈના લિવર અને ચક્ષુઓનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. જેથી ટેક્ષટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

લોકઅપને બદલે સોફા પર બેસાડી સરભરા કરી
રાજ્યભરમાં અબજો રૂપિયાનો વિદેશી દારૂ ઠાલવી ચૂકેલા હત્યાના આરોપી જોગીન્દર સિંઘ ઉર્ફે ફૌજીની ક્રાઈમ બ્રાન્ચમાં સરભરા થતી હોવાનો ઘટસ્ફોટ દિવ્ય ભાસ્કરના છુપા કેમેરામાં થયો છે. મુકેશ હરજાણી હત્યા કેસમાં જેને 7 વર્ષ સુધી પોલીસ શોધી ના શકી તેને સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપ્યા બાદ ટ્રાન્સફર વોરંટથી ક્રાઇમ બ્રાંચમાં લવાયો હતો. આરોપીને રિમાન્ડમાં લોકઅપમાં રાખવાને બદલે સોફા ઉપર બેસાડી સરભરા થતી હતી. જોગીન્દરસિંઘ ઉર્ફે ફૌજી સામે અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, ગાંધીનગર, નડિયાદ, નર્મદા, રાજકોટ, તાપી, જૂનાગઢ, તાપી, ભાવનગર, રાજપીપળા, અરવલ્લીમાં દારૂના 28 ગુના હતા. તે વડોદરામાં મુકેશ હરજાણી હત્યા કેસના 11 પૈકીનો એક આરોપી હતો.

અન્ય સમાચારો પણ છે...