ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 5 બેઠકો પર જીત મેળવી છે. જેમાં ગારિયાધાર બેઠકનો પણ સમાવેશ થાય છે. આ બેઠક પરથી સામાજિક કાર્યકર સુધીર વાઘાણીની જીત થઈ છે. આ જીતની ગારિયાધારમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં કાર્યકરો રોડ પર ઊતરી આવ્યા હતા. આ કાર્યકરોએ એકસાથે ફટાકડા ફોડવાનું શરૂ કરતાં ગારિયાધાર ઝગમગવા લાગ્યું હતું. કલાકો સુધી સતત આતશાબાજી થતાં લોકો આ વિજય સરઘસને જોવા માટે ઘરની બહાર આવી ગયા હતા. લાઈટિંગવાળા DJ સાથે થયેલી આવી ઉજવણી ભાગ્યે જ ગારિયાધારવાસીઓએ જોઈ હશે. જોવા આખું ગામ બહાર નીકળ્યું
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022)માં ગારિયાધાર વિધાનસભા બેઠક પર AAPના સુધીર વાઘાણીની 4819 મતોથી જીત થઇ છે. અહીં ભાજપના કેશુભાઈ નાકરાણી, કોંગ્રેસના દિવ્યેશ ચાવડા અને આપના સુધીર વાઘાણી વચ્ચે જંગ જામ્યો હતો.
ગારિયાધાર બેઠક પર ઉમેદવારો
મતદાન ટકાવારી
ગારિયાધાર બેઠક પર 117473 પુરુષ અને 111390 મહિલા મતદારો મળી કુલ 228863 મતદાતાઓ છે. 2022ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આ બેઠક પર 60.83 ટકા મતદાન થયું છે.
ગારિયાધાર
ગારિયાધાર ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 101 નંબરની બેઠક છે. ભાવનગર જિલ્લામાં આવતું ગારિયાધાર અમરેલી લોકસભા ક્ષેત્રમાં આવે છે. ગારિયાધાર તાલુકામાં કૃષિલક્ષી વસ્તી વધારે આવેલી છે. આ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારથી ડેવલોપ થયેલો તાલુકો છે. અહીંની ખેતી અવકાશ આધારિત છે. આ તાલુકો સંતની ભૂમિ તરીકે પ્રખ્યાત છે. અહીંના લોકો હીરા ઉદ્યોગમાં સુરત શહેર સાથે સંકળાયેલા છે. ગારિયાધાર તાલુકો સંતોની ભૂમિ તરીકે પ્રખ્યાત થયેલ છે. ગારિયાધાર તાલુકામાં આવેલા વિરડી ગામે જગતપીરની પવિત્ર જગ્યા આવેલી છે, જ્યાં ધુળેટીના દિવસે વિશાળ મેળો ભરાય છે. ગારિયાધાર તાલુકામાં વાલમપીર બાપાની પ્રખ્યાત જગ્યા આવેલી છે. ગારિયાધારમાં દર વર્ષે વાલમપીર બાપાની રથયાત્રા નીકળે છે. ગારિયાધાર તાલુકામાં આવેલું રુપાવટી ગામ સંત શામળાબાપાનું જન્મસ્થળ છે.
શું હતી 2017ની સ્થિતિ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 19 પુરુષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 3 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયાં હતાં, તો 4 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રક પાછા ખેંચ્યા હતા. ગારિયાધાર બેઠક પર વર્ષ 2017માં કુલ 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 10 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. ગારિયાધાર વિધાનસભા સીટ પર વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપના કેશુભાઈ નાકરાણીની જીત થઈ હતી. તેમણે કુલ 50 હજાર 635 વોટ મળ્યા હતા. કેશુભાઈ વિરુદ્ધ ઊભા રહેલા કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ખેની 1,876 વોટથી હાર્યા હતા. તેમણે 48 હજાર 759 વોટ મળ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.