યાદોમાં સુશાંત:રાજકોટમાં સુશાંતના ચાહકે શરીરે તેનું ટેટૂ ચિતરાવ્યું, જસ્ટિસ ફોર સુશાંત લખાવી ન્યાયની માગ કરી

એક વર્ષ પહેલા

વીડિયો ડેસ્ક- સુશાંતસિંહ રાજપૂતના રહસ્યમય સંજોગોમાં થયેલા મોત બાદ તેના ચાહકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. અનેક ચાહકો તેમના આ ફેવરિટ કલાકારને ન્યાય મળે તે માટે અલગ અલગ પ્રકારે પોતાની માગ રજૂ કરે છે. હવે આમાંથી સૌરાષ્ટ્ર અને રંગીલા રાજકોટનું યૂથ પણ બાકાત નથી. રાજકોટના અનેક યુવાનો સુશાંતસિંહને ન્યાય મળે તે માટે શરીરે તેનું ટેટૂ ચિતરાવી રહ્યા છે. શરીર પર જસ્ટિસ ફોર સુશાંત લખીને તેઓ પોતાની માગ લોકો સમક્ષ મૂકે છે તો સાથે સુશાંતની યાદોને પણ સદાય પોતાની નજીક રાખવા માટે પ્રયત્ન કરે છે.

બોલિવૂડ સ્ટાર સુશાંતસિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ અને યોગ્ય ન્યાય મળે તે માટે રાજકોટના તેમના ચાહકે શરીર પર ટેટૂ કરાવ્યું છે. કૃણાાલ નામના આ ચાહકની માગણી છે કે સુશાંતસિંહ રાજપૂતના મોત મામલે યોગ્ય તપાસ કરવામાં આવે. પોતાના મનપસંદ હીરોને ન્યાય અપાવવા માટે તેમણે જસ્ટિસ ફોર સુશાંત નામનું ટેટૂ શરીરે ચિતરાવ્યું છે. રંગીલા રાજકોટના અનેક યુવાનો હવે સુશાંત મોત મામલે તેના ન્યાયની માગ સાથે આજકાલ ટેટૂ ચિતરાવી રહ્યા છે. કૃણાલના શરીરે સુશાંતસિંહનું ટેટૂ કરી આપનાર ટેટૂ આર્ટિસ્ટે પણ જણાવ્યું હતું કે દર વર્ષે આ સમયે આમ તો નવરાત્રિને લગતા ટેટૂ માટેની ડિમાન્ડ હોય છે પણ અત્યારે સુશાંતને લગતા ટેટૂ ચિતરાવવા માટેની ઈન્ક્વાયરીઓ વધી ગઈ છે. સામાન્ય ટેટૂ કરતાં આ પ્રકારના ફેસિયલ ટેટૂમાં વધુ સમય પણ લાગતો હોવાનું તેમણે જણાવ્યું હતું. યુવાનની ડિમાન્ડ પ્રમાણે આબેહૂબ સુશાંત જેવું જ ટેટૂ બનાવી આપનાર કલાકારની આ કલાએ શહેરના યૂથનું પણ ધ્યાન ખેંચ્યું છે.

અન્ય સમાચારો પણ છે...