અમદાવાદ સ્થિત મરેંગો CIMS હૉસ્પિટલ મેડિકલ ક્ષેત્રે બહુ મોટી સફળતા મેળવવા જઈ રહી છે. આ હૉસ્પિટલ ગુજરાતના સૌથી હાઈટેક ટ્રાન્સપ્લાન્ટ ICUથી સજ્જ થઈ ગઈ છે. અહીં હાર્ટ, લીવર, લંગ્સ, કિડની અને બોનમેરો એમ પાંચેય ટ્રાન્સપ્લાન્ટના પેશન્ટની એક સાથે કેર થશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ હાઇટેક ICUના તમામ 14 બેડના સેપરેટ AHU છે. જેનાથી પેશન્ટમાં ક્રોસ ઈન્ફેક્શનના ચાન્સ સાવ નહિવત રહેશે. આ ICUમાં હાર્ટનું બીટ ટુ બીટ મોનિટરિંગ થશે. તા. 7 જાન્યુઆરી અને શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કોમ્પ્રીહેન્સિવ ટ્રાન્સપ્લાન્ટ યૂનિટનું ઉદઘાટન કરશે. આ સાથે જ પાંચ ટ્રાન્સપ્લાન્ટ એક સાથે થતાં હોય તેવી આ પહેલી હૉસ્પિટલ બની જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.