તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Preparations Are Underway In Ahmedabad District To Save Children From The Third Wave Of Corona, Watch The Video

આગોતરું આયોજન:કોરોનાની સંભવિત ત્રીજી લહેરથી બાળકોને બચાવવા અમદાવાદ જિલ્લામાં આ રીતે તૈયારી ચાલી રહી છે, જુઓ વીડિયો

10 દિવસ પહેલા

કોરોનાની સંભવિત ત્રીજી લહેર બાળકો માટે ઘાતક બની શકે છે. એટલા માટે જ બીજી લહેરમાંથી બોધપાઠ લઈ તંત્રએ આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદ જિલ્લામાં આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર સરવે શરૂ કરી દીધો છે. હાલ ગ્રામ્ય વિસ્તારોમાં ઝીરો થી પાંચ વર્ષના બાળકોનું સ્ક્રિનિંગ થઈ રહ્યું છે. આશાવર્કર અને આંગણવાડીના બહેનો દ્વારા ગામડાંઓમાં દરેક બાળકોનું ટેમ્પરેચર અને ઓક્સિજન લેવલ ચેક કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં દરેક બાળકની ઊંચાઈ અને વજન પણ માપવામાં આવી રહ્યું છે. આ સરવે દરમિયાન કુપોષિત અને કોમોર્બિડ બાળકોને અલગથી કેટેગરાઈઝ કરવામાં આવે છે. RBSની ટીમો દ્વારા આવા બાળકોની વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ સરવેનો ઉદ્દેશ એ છે કે, જો કોરોનાની ત્રીજી લહેર આવી તો બાળકોને સહેલાઈથી રિવર્સ આઇસોલેટ કરી શકાય.

સંભવિત ખતરાને પગલે જિલ્લામાં પીડિયાટ્રિક હૉસ્પિટલો પણ આઈડેન્ટીફાઈ કરી લેવામાં આવી છે. આ તરફ અમદાવાદની સોલા સિવિલ હૉસ્પિટલમાં અલગથી કોરોના પીડિયાટ્રિક વોર્ડ બની રહ્યો છે. અહીં બાળકો માટે ઓક્સિજન બેડ અને વેન્ટિલેટરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કોરોનાની બીજી લહેરે ગુજરાત જ નહીં દેશની હેલ્થ સિસ્ટમને વેન્ટિલેટર પર મૂકી દીધી હતી. જેને કારણે સરકાર હવે કોઈ રિસ્ક લેવા માગતી નથી.

અન્ય સમાચારો પણ છે...