• Gujarati News
  • Local
  • Gujarat
  • Politics Has Been Discussed In The Meeting Of Patidar Leaders Held In Khodaldham? Nareshbhai Says Yes, Jerambapa Says No

કયા પાટીદાર સાચા?:ખોડલધામમાં મળેલી બેઠકમાં પોલિટિક્સની વાત થઈ છે? નરેશભાઈ કહે છે હા, જેરામબાપા કહે છે ના

4 મહિનો પહેલા

ગુજરાતના રાજકારણમાં પાટીદારોને નેતૃત્વ મળે તે માટે ફરી સામાજિક અગ્રણીઓ સક્રિય થયા છે. શનિવારે કાગવડમાં મળેલી કડવા અને લેઉવા પાટીદાર આગેવાનોની બેઠકમાં પણ આવી જ ચર્ચાઓ થઈ. હજુ તો બેઠક શરૂ પણ થઈ નહોતી ત્યારથી જ ખોડલધામ નરેશ રાજકીય રંગે રંગાયેલા જોવા મળ્યા. બેઠક પૂર્વે જ તેમણે કહ્યું કે, તેમની ઈચ્છા છે કે, ગુજરાતમાં પાટીદાર CM હોવા જોઈએ. તેમણે એવું પણ કહ્યું કે, કેશુબાપા પછી રાજકારણમાં પાટીદારોનું વર્ચસ્વ નબળું પડ્યું છે. આ દરમિયાન નરેશભાઈ પટેલનો ઝુકાવ આમ આદમી પાર્ટી તરફી પણ જોવા મળ્યો. બેઠક પૂર્વે જ તેમણે કહ્યું હતું કે, આ મીટિંગમાં બધી જ ચર્ચા થશે. જો કે બેઠક બાદ પાટીદાર આગેવાલ જેરામભાઈ પટેલે સ્પષ્ટ કહ્યું કે, બેઠકમાં પોલિટિક્સની કોઈ ચર્ચા જ થઈ નથી. આમ છતાં બેઠક પછી નરેશ પટેલ કહેતાં રહ્યા છે પોલિટિક્સની ચર્ચા થઈ છે. આ તરફ પાટીદાર અગ્રણી આર. પી. પટેલે કહ્યું કે, સમાજના સંગઠનની જ વાત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...