• Gujarati News
  • Local
  • Gujarat
  • Police Arrested A Woman Who Extorted Real Gold Or Money By Giving Fake Gold, 3 People Including Her Husband Were In The Gang.

ગ્રાહકના સ્વાંગમાં છેતરપિંડી:નકલી સોનું આપીને અસલી સોનું કે પૈસા પડાવતી મહિલાની પોલીસ ધરપકડ કરી, પતિ સહિતના 3 સાગરિતની ગેંગમાં

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેર પોલીસે નકલી સોનુ આપી તેના બદલે અસલી સોનુ અથવા રૂપિયા પડાવતી છેતરપીંડી આચરતી શાતિર મહિલાની ધરપકડ કરી છે.જેમાં આરોપી મહિલા શહેરના અલગ અલગ વિસ્તારોમાં જ્વેલર્સની દુકાનોમાં ગ્રાહકના સ્વાંગમાં પ્રવેશ કરી ગુનાને અંજામ આપતી હોવાનું તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે.

કૃષ્ણનગર પોલીસે મૂળ ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાની નિશાદેવી નામની મહિલા આરોપીની ધરપકડ કરી છે.જે મહિલા પતિ સહિતના સાગરિતો સાથે ગેંગ બનાવીને ઉત્તર પ્રદેશથી અમદાવાદ શહેરમાં આવતી હતી અને અલગ અલગ વિસ્તારોમાં જઈને સોના ચાંદીના વેપારીઓને ટાર્ગેટ બનાવી ઉત્તરપ્રદેશમાંથી લાવેલુ નકલી સોનું કોઈપણ કારણો આપી તેને અસલી દર્શાવી વેચવાનું કહીને વેપારીઓ પાસેથી તેના બદલામાં અન્ય દાગીનાઓ અથવા રોકડ રકમ લઈને ફરાર થઈ જતા હતા.પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલા આરોપી પોતાના ત્રણ સાગરીતો સાથે ઠગાઈ આચરવા માટે નીકળતી હોવાનું સામે આવ્યું છે.બીજીબાજુ જ્વેલર્સના દુકાનની બહાર રિક્ષામાં અન્ય સાગરીતો બેસી રહેતા હતા અને મહિલા પોતાના નાના બાળકને લઈને જ્વેલર્સની દુકાનમાં ઘૂસીને છેતરપિંડી આચરતી હતી.

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં વેપારીએ ફરિયાદ નોંધાવી હતી. કે તેઓ જગદંબા જવેલર્સ નામની દુકાન ધરાવી વેપાર કરે છે.ત્યારે જવેલર્સમાં મહિલા આરોપી બે મહિના પહેલા ગયા હતા અને પોતાની પાસે રહેલ નકલી સોનાની બુટ્ટીઓ આપી તેના બદલે અસલી સોનું મેળવ્યું હતું, જોકે દોઢથી બે મહિનાના સમયગાળા બાદ ફરીવાર તે જ મહિલા ગ્રાહકના સ્વાંગમાં સોનું આપવા માટે આવી હતી, જેથી વેપારીને શંકા જતા સોનું ચેક કરતા તે નકલી હોવાનું ધ્યાને આવ્યું હતું. અને આ સમગ્ર મામલે તપાસ કરતાં ખુલ્યું હતું કે અગાઉ પણ આ જ મહિલાએ નકલી સોનું અસલી બતાવી વેપારીને પધરાવી દીધું હતું.જેથી વેપારીએ દુકાનના સીસીટીવી ફૂટેજ મેળવી કૃષ્ણનગર પોલીસને આપતા પોલીસે આખરે સીસીટીવી ફુટેજના આધારે મહિલાની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...