તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Only These 120 Sailors Will Pull The Three Chariots Of God, See Group Photo And Video On Divya Bhaskar For The First Time

એક્સક્લૂઝિવ:રથ ખેંચનાર 120 ખલાસીઓના RTPCR રિપોર્ટ નેગેટિવ આવ્યા, પહેલીવાર દિવ્ય ભાસ્કર પર જુઓ ગ્રૂપ ફોટો અને વીડિયો

13 દિવસ પહેલાલેખક: કિશન પ્રજાપતિ
  • ગઈ કાલે સાંજે 120 ખલાસી ભાઈઓના RTPCR રીપોર્ટ કરવામાં આવ્યાં હતાં

આ સોમવારે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરર્યાએ નીકળવાના છે. આ વખતે પરંપરાગત રીતે ખલાસીભાઈઓ જ ભગવાનના ત્રણેય રથ ખેંચશે. આયોજન મુજબ એક રથને 40 ખલાસીઓ ખેંચશે. એટલે કે, કુલ 120 ખલાસીભાઈઓ ભગવાનને નગરચર્યા કરાવશે. 20-20 ખલાસીઓ નિજ મંદિરથી રથ ખેંચશે, જ્યારે અન્ય 20-20 ખલાસીઓ મામાના ઘર સરસપુરથી જોડાશે. ભગવાનના ત્રણેય રથ ખેંચવાનો જેમને લ્હાવો મળે છે એ ખલાસીઓ સુધી સૌપ્રથમ દિવ્ય ભાસ્કર પહોંચ્યું હતું. દિવ્ય ભાસ્કરે એક સાથે તમામ 120 ખલાસીભાઈઓની મુલાકાત કરી અને તમામ ખલાસીઓનો ગ્રુપ ફોટો અને વીડિયો પણ લીધો હતો. આ ફોટો અને વીડિયો આપ એક્સક્લૂસિવલી દિવ્ય ભાસ્કર પર જોઈ રહ્યા છો.

રથયાત્રાને પગલે આ ખલાસીભાઈઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ ખલાસીઓ ભગવાનના રથ ખેંચવા આતુર છે. આ ખલાસીઓની ઉંમર લગભગ 22થી 50 વર્ષની છે. કોઈ ખલાસીઓ 10 વર્ષથી તો કોઈ ખલાસીઓ 25-30 વર્ષથી ભગવાનના રથ ખેંચે છે. આ વખતે કોરોનાના સંકટ વચ્ચે પણ ખલાસીઓમાં ભગવાનના રથ ખેંચવાનો એટલો જ ઉત્સાહ જોવા મળે છે. શનિવારે જ્યારે મંદિર પરિસરમાં RT PCR ટેસ્ટ થયાં તો, દરેક ખલાસીઓ એવું ઇચ્છતાં હતાં કે, પોતાનો રિપોર્ટ નેગેટિવ આવે. આ માટે તેઓ ભગવાન જગન્નાથને પ્રાર્થના પણ કરતાં હતાં. જ્યારે આજે તમામ 120 ખલાસીઓના રીપોર્ટ નેગેટિવ આવ્યાં છે. ગઈ કાલે સાંજે જ ખલાસી ભાઈઓને RTPCR રીપોર્ટ આપી દેવામાં આવ્યાં હતાં.

શ્રીજગન્નાથજીનો રથ ખેંચનારા ખલાસીઓના નામનું તૈયાર કરાયેલું લિસ્ટ.
શ્રીજગન્નાથજીનો રથ ખેંચનારા ખલાસીઓના નામનું તૈયાર કરાયેલું લિસ્ટ.

રથયાત્રા અગાઉ ખલાસીઓએ પુરી તૈયારીઓ કરી લીધી છે. શનિવારે જ્યારે મંદિરમાં આવ્યા તો રથનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. એટલું જ નહીં રથને ખેંચવાના દોરડાઓને પણ સહિતની આગોતરી તૈયારીઓ પુરી કરી હતી.

બહેન શ્રીસુભદ્રાજીનો રથ ખેંચનારા ખલાસીભાઈઓના નામનું તૈયાર કરાયેલું લિસ્ટ.
બહેન શ્રીસુભદ્રાજીનો રથ ખેંચનારા ખલાસીભાઈઓના નામનું તૈયાર કરાયેલું લિસ્ટ.

આ ભાઈઓનું કહેવું છે કે, રથ ખેંચવા માટે બળની સાથે કળની પણ એટલી જ જરૂર છે. રથ યોગ્ય રીતે ચાલે તે માટે સ્ટિયરિંગ પર પ્રોપર કંટ્રોલની જરૂર પડે છે. આ ખલાસીઓ સિવાય સ્ટિયરિંગ પર કંટ્રોલ રાખવો અન્ય લોકોનું કામ નથી. આ સ્ટિયરિંગની વિશેષતા છે કે, તેનાથી રથને વળાંક વાળી શકાય છે અને પૈડાંની સ્પિડને કંટ્રોલ પણ કરી શકાય છે.

શ્રીબલભદ્રજીનો રથ ખેંચનારા ખલાસીભાઈઓનું તૈયાર કરાયેલું લિસ્ટ.
શ્રીબલભદ્રજીનો રથ ખેંચનારા ખલાસીભાઈઓનું તૈયાર કરાયેલું લિસ્ટ.

આ ખલાસીભાઈઓ આમ જોઈએ તો એક જ પરિવારના છે. દરેક ખલાસી કોઈના કોઈ સંબંધથી જોડાયેલાં છે. બાપ-દાદાઓના સમયથી ખલાસીઓ પરંપરાગત રીતે ભગવાનના રથ ખેંચી ધન્યતા અનુભવી રહ્યા છે.

RTPCR ટેસ્ટ કરાવ્યા પછી રથખાના પાસે ઊભેલા ખલાસીભાઈઓ.
RTPCR ટેસ્ટ કરાવ્યા પછી રથખાના પાસે ઊભેલા ખલાસીભાઈઓ.

મંદિર ટ્રસ્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, આ વખતે રથયાત્રા 5થી 6 કલાકમાં પુરી કરી દેવામાં આવે. જે માટે ખલાસીઓ દ્વારા સમગ્ર રુટના સ્પોટનું પરફેક્ટ ટાઇમ મેનેજમેન્ટ કરી લેવામાં આવ્યું છે.

જગન્નાથજી મંદિરનું પરિસર, જમાલપુર
જગન્નાથજી મંદિરનું પરિસર, જમાલપુર

આજે 11 વાગ્યે ભગવાનના રથ મંદિર પરિસરમાં લાવવામાં આવશે. દર વખતની જેમ રથયાત્રાના આગલાં દિવસે ભગવાનના ત્રણેય રથ મંદિર પરિસરમાં લાવી દેવામાં આવશે. ત્યાર બાદ રથને સાંજ પછી શણગારવામાં આવશે. રાતભર રથનો શણગાર ચાલશે પછી સવારે મંગળા આરતી બાદ રથની પહિંદવિધિ થશે. પહિંદવિધિ બાદ આ ખલાસીભાઈઓ ભગવાનને નગરયાત્રા કરાવશે.