12thનાં પેપર કેવાં હતાં ?:નામાનાં મૂળતત્વો અતિ સહેલું પેપર, ભૌતિક વિજ્ઞાનમાં પાર્ટ-Bમાં સમય ઓછો પડ્યો

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોર્ડની પરીક્ષામાં કેવાં પેપર હતાં ? બાળકોને સરળ લાગ્યું કે કઠીન ? સ્ટુડન્ટ્સે શું ગુમાવ્યું ? આ બધા જ પ્રશ્નોના જવાબ મળશે દિવ્ય ભાસ્કરના એક્સપર્ટ એનાલિસિસમાં.
નામાનાં મૂળતત્વો
12thમાં નામાનાં મૂળતત્વો નામનું પ્રશ્નપત્ર એકંદરે સરળ હતું. પ્રશ્નપત્ર ટેક્સ્ટ બુક આધારિત હતું. સમયસર પૂર્ણ થાય તેવી રીતે સેટ કરેલું હતું. આ પ્રશ્નપત્રમાં તેજસ્વી વિદ્યાર્થીઓ 95થી વધારે માર્ક મેળવી શકશે. મધ્યમ સ્ટુડન્ટ 75 થી 80ની આસપાસ માર્ક મેળવી શકશે. તેમજ નબળા વિદ્યાર્થીઓ પણ 60 કે તેથી વઘારે માર્ક મેળવી શકશે. કારણ કે આ પેપર એકદમ સહેલું હતું.
ભૌતિક વિજ્ઞાન
ધોરણ 12નું ભૌતિક વિજ્ઞાનનું પેપર એકંદરે સહેલું હતું. જનરલ ઓપ્શન પધ્ધતિ પ્રમાણે લેવાયેલા આજના પેપરમાં પાર્ટ-A કે જેમાં 50 માર્કના MCQ પ્રમાણમાં સહેલાં હતાં. 1 કલાકની સમય મર્યાદામાં સ્ટુડન્ટને પૂર્ણ કરવામાં સામાન્ય રીતે કોઈ મુશ્કેલી પડી નથી.
જ્યારે પાર્ટ-Bમાં પ્રશ્નો પ્રમાણમાં સરળ હતા પણ 2 કલાકની સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં ઘણા બધા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી. પાર્ટ-Bમાં Sec.A, Sec.B અને Sec.Cમાં કે જે ચાર માર્કના પ્રશ્નો હોય તે ખૂબ જ લાંબા હતા અને દાખલા તે સેક્શનમાં પૂછાવાના કારણે વિદ્યાર્થીઓના મતે સમય ઓછો પડ્યો. જ્યારે Sec.Bમાં મોટાભાગના દાખલા પૂછાવાને કારણે થોડો ઝડપથી એ વિભાગ પૂર્ણ કરી શક્યા. કદાચ કોવિડની પરિસ્થિતિના કારણે લખવાની ટેવ સ્ટુડન્ટને ઓછી હોવાથી પાર્ટ-B પૂર્ણ કરવામાં મુશ્કેલી પડી હશે.
- સબ્જેક્ટ એક્સપર્ટ : નિમેષ શાહ (નામાનાં મૂળતત્વો), પુલકિત ઓઝા (ભૌતિક વિજ્ઞાન)

અન્ય સમાચારો પણ છે...