• Gujarati News
  • Local
  • Gujarat
  • More Than 2100 Calls Per Day, 500 Crore Budget For Cows But 315 Vacancies Of Veterinary Doctors; No Medicine no Facility

ગુજરાતમાં લમ્પી વાઇરસનો કહેર:રોજ 2100થી વધુ કૉલ્સ, ગાયો માટે 500 કરોડનું બજેટ છતાં પશુ ડૉક્ટરોનાં 315 પદ ખાલી; ન દવા-ન સુવિધા

ટીમ દિવ્ય ભાસ્કર ગુજરાત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

રાજ્યમાં લમ્પી વાઇરસના કારણે 2000થી વધુ ગાયોનાં મોત થયાં છે. બિનસત્તાવાર મૃત્યુનો આંકડો 4000થી વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. વિપક્ષનો આરોપ છે કે સરકાર મૃત્યુઆંક છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. રાજ્યના અંદાજિત 18 જિલ્લા લમ્પીથી પ્રભાવિત થયા છે. એક તરફ સરકારનો દાવો છે કે તમામ અસરગ્રસ્ત પશુઓની સારવાર કરવામાં આવી રહી છે.

લમ્પીના ફેલાતો રોકવા પશુઓનું રસીકરણ તેજ કરી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ, અનેક જિલ્લાોઓથી તસવીર સામે આવી છે કે મૃત પશુઓનો યોગ્ય નિકાલ કરવાને બદલે તેના ઢગ થઈ રહ્યા છે અને મૃતદેહો પડી રહેતાં સ્થિતિ વધારે કથળી રહી છે. સરકાર રસીકરણ અભિયાનની વચ્ચે જામનગરથી એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે ગાયોને વેક્સીનને બદલે પાણીના ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે. ઓડિયો ક્લિપ વાઇરલ થયા બાદ જામનગર મનપાના પશુ ડૉક્ટરને ફરજમુક્ત કરાયા છે.

રાજ્ય સરકાર, મંત્રીઓ અને નેતાઓ ગૌભક્ત હોવાનો દાવો કરતાં આવ્યા છે. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે વર્ષ 2022-23ના બજેટમાં રૂ. 500 કરોડની મુખ્યમંત્રી ગૌમતા પોષણ યોજનાની જાહેરાત કરી છે. પરંતુ ભાસ્કર ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું છે કે રાજ્યમાં પશુ ચિકિત્સક (વર્ગ-2)ની કુલ 315 જગ્યાઓ ખાલી છે. પશુપાલન મંત્રીએ તારાંકિત પ્રશ્નોત્તરી દરમિયાન વિધાનસભામાં માહિતી આપી હતી કે, 31 ડિસેમ્બર 2021ની સ્થિતિએ, પશુ ચિકિત્સકોની 455 જગ્યા ભરાયેલી છે અને 315 ખાલી છે જેને 2023 સુધીમાં ભરવામાં આવશે. આ ઉપરાંત પશુધન નિરીક્ષક (વર્ગ-3)ની 270થી વધુ જગ્યાઓ ખાલી છે. પશુ ચિકિત્સકો અને પશુધન નિરીક્ષક ઉપરાંત ડ્રેસર અને પટાવાળા જેવા મહત્ત્વના મહેકમની અનેક જગ્યાઓ હજુ પણ ખાલી છે.

પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો ખાતે પણ સ્ટાફની અછત

જિલ્લો

પશુધન નિરીક્ષક (વર્ગ-3)

પટાવાળા (વર્ગ-4)
ભરાયેલખાલીભરાયેલખાલી
કચ્છ1019220
ભરૂચ418220
અમરેલી717024
પંચમહાલ713117
ભાવનગર613415
તાપી91379
અન્ય સમાચારો પણ છે...