શું તમને ખબર છે, કોઈ પતંગ વધુમાં વધુ કેટલી ઊંચાઈ સુધી ઉડી શકે? આ સવાલ ઘણા લોકોને થતો હશે. ઓસ્ટ્રેલિયામાં રહેતા રોબર્ટ મૂરેએ આ સવાલનો જવાબ જાણવા માટે એક મોટો પ્રયોગ હાથ ધર્યો હતો. રોબર્ટ મૂરેએ 23 સપ્ટેમ્બર 2014ના રોજ પતંગ ઉડાડીને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો હતો, કારણ કે રોબર્ટ મૂરેનો પતંગ 4 હજાર 879 મીટર એટલે કે લગભગ 5 કિલોમીટરની આસપાસની ઊંચાઈ સુધી પહોંચ્યો હતો. 12 સ્ક્વેર મીટરનો પતંગ અને દોરી વિશેષ પ્રકારના હતા, જે હવાનું દબાણ સહન કરી શકે. ફિરકી ભરાવવા માટે મશીન લાવ્યા હતા. આ અગાઉ 2011માં પણ એક વ્યક્તિએ સૌથી ઊંચે પતંગ ઉડાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પતંગ જોવા દૂરબીનની જરૂર પડી હતી. આજની DB REELSમાં જુઓ રોબર્ટ મૂરેના વર્લ્ડ રેકોર્ડનો વીડિયો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.