તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Love The Calf Of The Pregnant Cow, Even Though The Mother Is Next To Her, 'Gajavar' Is Standing Next To The Cow

પ્રેમ ના જુએ નાત કે જાત!:ગર્ભવતી ગાયનું વછેરાને વ્હાલ, મા બાજુમાં હોવા છતાં 'ગજાવર' ગાય પાસે ઉભો રહી જાય છે, વિડીયો આવ્યો સામે...

અમદાવાદએક મહિનો પહેલા
  • રાજકોટના મવડી વિસ્તારમાં જોવા મળી માતૃભાવની ઘટના

મનુષ્ય નાત-જાતના આધારે જીવતાં થઇ ગયો છે પણ પ્રાણી-પક્ષીઓમાં આવું જોવા મળતું નથી, કારણ કે તેઓ કુદરતના પ્રતિનિધિ છે. એમનામાં પ્રેમ જ સર્વોપરી છે. એ નાત-જાત નથી જોતા. આવી જ એક કિસ્સો રાજકોટમાં જોવા મળ્યો. મવડી વિસ્તારમાં આવેલઈ હરેશભાઇ સાકરિયાની વાડીમાં ગાય અને વછેરા વચ્ચે નિઃસ્વાર્થ પ્રેમની અભિવ્યક્તિ જોવા મળી.
મા બધું જુએ પણ શાંતિથી ઉભી રહે

માતા રાજલ સાથે ગજાવર
માતા રાજલ સાથે ગજાવર

રાજકોટના મવડી વિસ્તારની વાડીમાં હરેશભાઈને સાતથી આઠ જેટલી ગીર ગાય છે. આ ઉપરાંત રાજલ નામની ઘોડી છે. આ ઘોડીએ ત્રણેક મહિના પહેલાં વછેરાને જન્મ આપ્યો અને તેનું નામ ગજાવર રાખવામાં આવ્યું. ગજાવર અત્યારે ત્રણ મહિનાનો થયો પણ વાડીમાં તેમની સાથે રહેલી ગાયોમાંથી એક ગાય પ્રત્યે તેમને લાગણી જન્મી. ગાયને પણ ગજાવર પ્રત્યે જાણે માતૃભાવ જન્મ્યો. ગાય વછેરાને જીભથી ચાટીને વ્હાલ કરે અને વછેરાની મા રાજલ શાંતિથી ઊભીને જોયા કરે.
ગાય અને ઘોડી સાંજે છે એકબીજાનો માતૃભાવ

માતૃત્વ, માતૃભાવ, મમતા, જે શબ્દો વાપરો તે પણ કુદરતની પરિભાષા અલગ જ હોય છે. જે અહીં જોવા મળ્યું. જે ગાય વછેરાને વાછડાની જેમ વ્હાલ કરી રહી છે, કદાચ એનું કારણ એ પણ છે કે આ ગાય પહેલીવાર ગર્ભવતી બની છે. તેમના પેટમાં બચ્ચું છે. એના કારણે તેમનામાં માતૃભાવ જન્મ્યો હોય એવું બને. બીજું, રાજલ ઘોડી ગાય સામે વાંધો ના લેતી હોય, તેનું કારણ પણ માતૃભાવ જ છે. રાજલ જાણે કુદરતી સંજ્ઞા મળી ગઈ હોય એટલે એ પણ ગાય અને ગજાવરના પ્રેમને શાંતિથી જોયા કરતી હોય. વછેરો ગજાવર પણ રાજલ અને ગાય પાસે એક સમાન માતૃભાવની અનુભૂતિ કરતો હોય, એવું બની શકે.

અન્ય સમાચારો પણ છે...