• Gujarati News
  • Local
  • Gujarat
  • A Situation Like The Maha Andolan In Surat And Mumbai, A Show Of Strength Against The Authorities Declaring Sammet Peak As A Tourist Destination.

DB REELS, જૈનોનાં પ્રચંડ પ્રદર્શનનાં આકાશી દૃશ્યો:'15 હજારનો અંદાજ હતો ને દોઢ લાખ લોકો ઉમટ્યા', સુરત-મુંબઈમાં મહાઆંદોલન જેવી સ્થિતિના ચાર વીડિયો

એક મહિનો પહેલા

સરકાર દ્વારા ઝારખંડ ખાતે સમ્મેત શિખરજીને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની જાહેરાત થતાંની સાથે જૈન સમાજમાં ભારે આક્રોશ દેખાઈ રહ્યો છે. જૈન ધર્મ માટે સમ્મેત શિખર તીર્થસ્થાન સમાન છે. એને લઈને દિલ્હી, મુંબઈ ઉપરાંત સુરતમાં પણ લાખો લોકો રસ્તા પર ઉતર્યા હતા. પાલિતાણામાં જૈન તીર્થસ્થાન પર અસામાજિક તત્વોએ કરેલી તોડફોડ અંગે પણ ભારે નારાજગી જોવી મળી રહી છે. જૈન અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે તીર્થસ્થાનનું અપમાન સહન નહીં કરી લેવામાં આવે. સરકારે ગેજેટ બહાર પાડીને સમ્મેત શિખર તીર્થસ્થાનને પર્યટન સ્થળ જાહેર કર્યો છે, તે નિર્ણયને બદલવામાં આવે. આજની DB REELSમાં જુઓ, જૈન સમાજનું પ્રચંડ પ્રદર્શન

અન્ય સમાચારો પણ છે...