• Gujarati News
  • Local
  • Gujarat
  • Installing Solar Panels On Tea Lorries In Surat Saves Money On Environment And Light Bills By Using Electricity

પ્રેરણા:સુરતના નટુકાકા ચાની લારી પર સોલાર પેનલ ગોઠવી વીજળીનો ઉપયોગ કરી પર્યાવરણ અને લાઈટ બિલના પૈસા બચાવે છે

અમદાવાદ15 દિવસ પહેલા

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી એક ચાની લારી અને એના માલિક આજકાલ સોશિયલ મીડિયામાં છવાયા છે. 'જય રામજી કી ટી સેન્ટર' ના માલિક નટુકાકા ચર્ચામાં છે. ચાની લારી પર સોલાર પેનલ ગોઠવી તેઓ પંખો અને ટયૂબ લાઈટ ચલાવે છે.

નટુકાકા ચાની લારી પર સોલાર પેનલ ગોઠવી પંખો અને લાઈટ ચલાવે છે
નટુકાકા ચાની લારી પર સોલાર પેનલ ગોઠવી પંખો અને લાઈટ ચલાવે છે

નટુકાકાએ આફતને અવસરમાં ફેરવી સમાજને નવો રાહ ચિંધ્યો છે. કેમકે રોડની બાજુમાં ચાની લારી ધરાવતા નટુકાકાને લાઈટનું કનેક્શન ન મળતા તેઓ પરેશાન હતા. જોકે એક દિવસ પોતાના ગામ ગયેલા નટુકાકાએ જોયું કે લોકો સોલાર પેનલ વાપરી રહ્યા છે. સુરત પાછા ફર્યા ત્યારે તેઓ સોલાર પેનલ સાથે લેતા આવ્યા અને લારી પર ગોઠવી.

સોલાર વીજળીનો ઉપયોગ કરતા નટુકાકા
સોલાર વીજળીનો ઉપયોગ કરતા નટુકાકા

68 વર્ષિય નટુકાકા સોલાર પેનલથી પેદા થતી વીજળીનો વપરાશ કરી લાઈટ બિલના ચૂકવવાના થતા આશરે રૂ.2000 હજાર જેટલી રકમ બચાવી રહ્યા છે. આમ વીજળીની સાથે રૂપિયાની બચત કરતા નટુ કાકાને સુરતના 'સોલોર મેન' કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય.

અન્ય સમાચારો પણ છે...