વરદીની વેદના:તહેવારોમાં પરિવારથી દૂર રહેવું કેટલું અઘરું છે? આ વીડિયો તમારી આંખો ભીની કરી દેશે

અમદાવાદએક મહિનો પહેલા

ભારતીય સંસ્કૃતિમાં દિવાળી સહિતના તહેવારોનું વિશેષ મહત્વ છે.તહેવારો લોકોના જીવનમાં ઉર્જા ભરવાનું કામ કરે છે.આથી આપણા દેશમાં આખા વર્ષમાં અનેક તહેવારો આવે છે.લોકો આ તહેવારો ધામધૂમથી ઉજવતા હોય છે.જોકે લોકો તહેવારો શાંતિથી ઉજવી શકે તે માટે પોલીસ અને એમના પરિવારજનો મોટો ભોગ આપે છે.પોલીસકર્મીઓ તહેવારોના દિવસે પણ પરિવારને સમય આપી શકતા નથી.તાજેતરમાં પોલીસ ગ્રેડ પે આંદોલન થયું ત્યારે ફરી એક વખત પોલીસકર્મીઓની વેદના તરફ બધાનું ધ્યાન ગયું હતું.આ આંદોલનથી પ્રેરિત થઈને ‘વરદીની વેદના’ નામની શોર્ટ ફિલ્મનું નિર્માણ થયું છે.આ શોર્ટ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે ટૂંકા પગારમાં માંડ-માંડ ઘર ચલાવતા નાના પોલીસકર્મીઓ એમના સંતાનોની નાનામાં નાની માગ ણીપણ પુરી કરી શકતા નથી.સંતાન ક્યારેક તો માત્ર સમય માગે છે પણ પોલીસકર્મીઓ સમય પણ ફાળવી શકતા નથી.પોલીસકર્મીઓની વેદનાને વાચા આપવાના હેતુથી નિર્માણ પામેલી આ શોર્ટ ફિલ્મમાં ‘વિઠ્ઠલ તીડી’ ફેમ ચાઈલ્ડ આર્ટિસ્ટ વિશાલ ઠક્કરે અભિનય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...