• Gujarati News
  • Local
  • Gujarat
  • How Can You Make Your Complaint Directly To The CMO? See Why Cold Force Has Suddenly Reduced Across The State

ગુજરાત ઈવનિંગ ન્યૂઝ બુલેટિન:જુઓ રાજ્યભરમાં ઠંડીનું જોર અચાનક કેમ ઘટ્યું? તસ્કરોએ ચાલતી ટ્રકમાં લૂંટ મચાવી, જુઓ 7 મોટા સમાચાર

એક મહિનો પહેલા

હાડ થીજવતી ઠંડી ગાયબ!

અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું જોર અચાનક સાવ ઘટી ગયું છે. રાજ્યભરમાં લઘુત્તમ તાપમાન હાલની સ્થિતિના સામાન્ય તાપમાનની સરખામણીએ બેથી વધુ ડીગ્રી ઊંચુ નોંધાઈ રહ્યું છે. અમદાવાદમાં હાલમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહેવું જોઈએ તેના બદલે 15 ડિગ્રી થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, કચ્છના નલિયામાં 6 જાન્યુઆરીએ પારો 2 ડીગ્રીએ પહોંચી ગયો હતો, જે આ 12 ડીગ્રી થઈ ગયો છે. એટલે કે 10 ડીગ્રીનો મોટો તફાવત જોવા મળ્યો છે.

CM કાર્યાલયથી જાહેર કરાયો વોટ્સએપ નંબર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીજીવાર સત્તા સંભાળ્યા પછી સતત નવા લોકોપયોગી નિર્ણયો લઈ રહ્યાં છે. ફરી એકવાર નાગરકોના હિતકારી નિર્ણય લીધો છે અને જેમાં દરેક નાગરિક મુખ્યમંત્રી કાર્યાલય સાથે સોશિયલ મીડિયા મારફતે જોડી શકાય તેવો પ્રજાપ્રિય નિર્ણય લેવામાં આવ્યો છે. કાર્યાલય સાથે જોડવા માટે એક વોટ્સએપ નંબર પણ બહાર પડવામાં આવ્યો છે.

તસ્કરોએ ચાલતી ટ્રકમાં લૂંટ મચાવી

6 જાન્યુઆરીએ લીંબડી-અમદાવાદ હાઈવે પરથી ચાલુ આઈસરમાંથી ચોરીનો બનાવ બન્યો હતો. ચાલુ આઈસરમાંથી રૂ.1.07 કરોડના માલસામાનની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા, જેના સીસીટીવી સામે આવ્યા છે. બાઈકમાં આવેલા બે શખ્સ ચોરી કરતા સીસીટીવી ફૂટેજમાં જોવા મળતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બે બાઇકસવારે લોક અને સીલ તોડી માલ તફડાવતા એલસીબી, એસઓજી સહિત પોલીસની વિવિધ ટીમોએ તસ્કરોની ગેંગને ઝબ્બે કરવા કવાયત હાથ ધરી છે. મહત્વનું છે કે, હોલિવૂડ મૂવી 'fast and furious'માં જેમ ચોરી થાય છે, આ શખ્સોએ એવી જ રીતે ચોરીને અંજામ આપ્યો હતો.

મંદિરે દર્શન કરવા બાબતે પૂજારીના પરિવાર પર હુમલો

12 જ્યોતિંલિઁગમાંનું એક જ્યોતિંલિઁગ એટલે નાગેશ્વર મંદિર. જ્યાં વર્ષના 365 દિવસ દર્શન કરવા લોકોની ભારે ભીડ ઉમટી પડે છે. ત્યારે આજે એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારમાં આવેલા સુવિખ્યાત યાત્રાધામ નાગેશ્વર મહાદેવના મંદિર ખાતે ગઈકાલે બપોરે સ્થાનિક શખ્સોએ દર્શન કરવા માટે આવતા તેમના યાત્રાળુઓને મંદિરમાં વચ્ચેથી દર્શન કરાવવાની હટ પકડી. જે બાબતે મંદિરમાં રહેલા પુજારી તથા પરિવાર સાથે વાત કરતાં તેઓ દ્વારા ના કહી, સમજાવવા જતાં ઉશકેરાયેલા શખ્સોએ પૂજારી તથા તેમના પરિવારજનો પર જીવલેણ હુમલો કર્યો.

અમને ક્યારે ન્યાય મળશે?

આજે રાજકોટ શહેરના ટાગોર રોડ પર હેમુગઢવી હોલ ખાતે રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે લોકો પાસે સામે ચાલી પહોંચી લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આજે યોજાયેલ લોકદરબારમા વ્યાજખોરોનાં ત્રાસથી પીડાતા લોકો પોતાની અરજી અને ફરિયાદ સાથે તેમના નાના નાના બાળકો સાથે આવી પહોંચ્યા હતા તો કેટલાક સિનિયર સિટીઝનો પણ વ્યાજખોરોથી બચવા માટે ન્યાયની માંગ સાથે પોલીસ પાસે પહોંચ્યા હતા. જ્યાં બે માસુમ બાળકો દિવંગત પિતાની તસવીર સાથે આવ્યા હતા. તેમની વ્યથા વ્યક્ત કરી હતી.

ઓવરટેકની ઉતવળમાં જીવલેણ અકસ્માત

રાજકોટની માધાપર ચોકડી પર ઓવરબ્રિજનું નિર્માણ થઇ રહ્યું છે. ત્યારે માધાપર ચોકડી ઓવરબ્રિજ વચ્ચેના સ્લેબની કામગીરી ચાલુ કરવાની હોય, આ સ્લેબના સેન્ટ્રીંગ માટે માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ બન્ને બાજુના તમામ વાહનો માટે પોલીસ કમિશનરે ડાયવર્ઝન કરવામાં આવ્યા છે.ત્યારે આ જ ડાઇવર્ઝનમાં સવારે અકસ્માત સર્જાયો. જ્યાં ટ્રકને ઓવરટેક કરતા સમયે બાઈક સાઈડમાં રહેલા સિમેન્ટ પાઇપ અને ટ્રક વચ્ચે ફસાયું હતું અને બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને પગલે યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ફ્લાઈટમાં બોમ્બ મળ્યો નહીં

જામનગર 9 જાન્યુઆરીએ રાતે 11 વાગ્યાની આસપાસ મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી. એને લઇને જામનગર એરપોર્ટ ખાતે ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી હતી, જેમાં 236 પેસેન્જર અને આઠ ક્રૂ એટલે 244 લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા અને આ લોકોને એરપોર્ટના વેઈટિંગ લોન્જમાં બેસાડવામાં આવ્યા છે. ત્યારે બોમ્બ-સ્કવોડ દ્વારા બૉમ્બ-ડિટેકશન અને ડિસ્પોઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી. NSGની બે ટીમે પણ આખી રાત વિમાનની તપાસ કરી હતી અને હવે સવારે મુસાફરોના તમામ સામાનની તપાસ કરવામાં આવી રહી છે. વિમાનમાંથી બોમ્બ કે કોઈ શંકાસ્પદ વસ્તુઓ ન મળતાં. NSG ક્લિયરન્સ આપ્યા બાદ બપોરે 12:48 વાગ્યે ફ્લાઈટે ઉડાન ભરી હતી.

અન્ય સમાચારો પણ છે...