મેઘતાંડવ:સૌરાષ્ટ્ર કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ખંભાળિયા પાસે પૂરમાં ઊંટ તણાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીડિયો ડેસ્કઃ બે-ચાર દિવસના વિરામ બાદ મેઘરાજા ફરી સૌરાષ્ટ્ર-કચ્છમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે. ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્ર-કચ્છની નાની-મોટી નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. આ સ્થિતિમાં દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં ઊંટ તણાયાની ઘટના બની છે. આ બે ઘટનાઓ ખંભાળિયાના બેરાજા ગામે અને માંડવીના શેરડી ગામે બની છે. ખંભાળિયા પંથકમાં ભારે વરસાદને કારણે વેદમતિ નદીના કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. આ દરમિયાન કોઝવે પરથી પસાર થતો ઊંટ નદીમાં ખાબક્યો હતો અને પાણીમાં ડૂબવા લાગ્યો હતો. આ તરફ માંડવીના શેરડી ગામે પણ કોઝવે પરથી પસાર થતો ઊંટ લપસ્યો હતો. જો કે, માલિકની સમયસૂચકતાને કારણે ઊંટ નદીમાં ખાબકતા બચ્યો હતો.