રૂપિયાની રેલમછેલ:સ્ટીલનાં પીપ ભરીભરીને ઉર્વશી રાદડિયા પર નોટોનો વરસાદ, અમદાવાદના ડાયરામાં 20 લાખ રૂપિયા ઊડ્યા

અમદાવાદ18 દિવસ પહેલા

ગુજરાતના જાણીતા ગાયિકા ઉર્વશી રાદડિયાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્ચો છે.આ વીડિયોમાં જોઈ શકાય છે કે ડાયરામાં ઉર્વશી રાદડિયા પર રૂપિયાનો વરસાદ થઈ રહ્ચો છે.ડાયરામાં કલાકારો પર રૂપિયાનો વરસાદ થવો હવે સામાન્ય વાત છે.જોકે ઉર્વશી રાદડિયાના આ વાઈરલ વીડિયોમાં નોંધવા જેવી બાબત એ હતી કે સ્ટીલના પીપ ભરી ભરીને રૂપિયાની ઘોર કરવામાં આવી હતી.ડાયરામાં રૂ. 20, 50 અને 500ની નોટો મળીને આશરે રૂ.20 લાખનો વરસાદ થયો હતો.આખાં સ્ટેજ પર જાણે રૂપિયાનો પથારો થઈ ગયો હતો.અમદાવાદના બાપુનગરમાં શ્રી સમસ્ત હિરાવાડી ગૃપ આયોજીત તુલસી વિવાહ નિમિત્તે ડાયરાનું આયોજન થયું હતું

અન્ય સમાચારો પણ છે...