તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સક્લૂસિવ:ગુજરાતમાં ટૂંક સમયમાં રાજ્યમાં બાયોટેક યુનિવર્સિટી ધમધમતી થશે, રાજ્યના બજેટમાં ખાસ જાહેરાત થશે

અમદાવાદ12 દિવસ પહેલાલેખક: હિમાંશુ દરજી
 • કૉપી લિંક
 • બાયોટેક શિક્ષણ અને સ્ટાર્ટઅપ માટે ખાસ ઇકો સિસ્ટમ ઊભી થશે
 • ગુજરાતમાં ફાર્મા બાદ હવે બાયોટેકક્ષેત્રે પણ નવાં સંશોધનો વધશે
 • કોરોના બાદ ટેલન્ટની અછત નિવારવા ખાસ બાયોટેક યુનિવર્સિટી પર ધ્યાન

કોવિડ-19 પછી બાયોટેક સેકટરમાં વિશ્વભરમાં સંશોધન પર ભાર મુકાઈ રહ્યો છે, એવા સંજોગોમાં ગુજરાત સરકાર આ સેકટરમાં એની પકડ જમાવવા બાયોટેકક્ષેત્રે કૌશલ્ય ધરાવતા યુવાનો ઉપલબ્ધ થાય એ દિશામાં પગલાં ભરી રહી છે. રાજ્યમાં પ્રથમ બાયોટેક યુનિવર્સિટી સ્થપાશે અને આ યુનિવર્સિટી અંગે આગામી વર્ષ 2021-22ના બજેટમાં વિગતે જાહેરાત થશે અને વધુ નાણાં પણ ફાળવાશે. ગાંધીનગરમાં રાજ્યની પ્રથમ બાયોટેક યુનિવર્સિટી સ્થપાશે. એના થકી બાયોટેક શિક્ષણ અને સ્ટાર્ટઅપ માટે ખાસ ઇકો સિસ્ટમ ઊભી થશે.

રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ હેઠળ આવતા બાયોટેક વિભાગ- ગુજરાત સ્ટેટ બાયોટેક મિશન-જીએસબીટીએમ દ્વારા આ યુનિવર્સિટી કાર્યરત થાય એ દિશામાં વિવિધ ભરતી અને ઝડપી યુનિવર્સિટી કાર્યરત થાય એવાં પગલાં લેવાની શરૂઆત કરી છે, જેને પગલે હવે ગિફટ સિટી જવાના રસ્તે યુનિવર્સિટી કાર્યરત કરવાનાં ચક્રો ગતિમાન થયાં છે.

રાજ્યમાં પ્રથમ બાયોટેક યુનિવર્સિટીનું બની રહેલું બિલ્ડિંગ.
રાજ્યમાં પ્રથમ બાયોટેક યુનિવર્સિટીનું બની રહેલું બિલ્ડિંગ.

ગાંધીનગરમાં રાજ્યની પ્રથમ બાયોટેક યુનિવર્સિટી સ્થપાશે
રાજ્ય સરકારના ગુજરાત બાયોટેક મિશનના ઇન્ચાર્જ ડિરેકટર સ્નેહલ બગથરિયાએ જણાવ્યું હતું કે હાલમાં ગાંધીનગરમાં બાયોટેક યુનિવર્સિટી માટે બાંધકામ ચાલી રહ્યું છે અને આગામી શૈક્ષણિક સત્રથી આ યુનિવર્સિટી કાર્ચરત થાય એ દિશામાં પગલાં લેવાઈ રહ્યાં છે. આ યુનિવર્સિટી અંગે વિવિધ જોગવાઈઓ બજેટમાં કરવામાં આવી છે અને હવે બાયોટેક યુનિવર્સિટી પર વિશેષ ધ્યાન છે. દેશભરમાં અને રાજ્યમાં બાયોટેક સેકટરમાં શિક્ષણક્ષેત્રે અનુસ્નાતક અને પીચએડી જેવો ઉચ્ચ અભ્યાસ એમએસ યુનિવર્સિટીથી શરૂઆત થઈ હતી, જોકે હાલમાં કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવાં રાજ્ય ગુજરાતથી આ ક્ષેત્રે આગળ નીકળી ગયાં છે.

ઉદ્યોગો અને શિક્ષણ સંસ્થાઓ વચ્ચેની ખાઈને પુરવાનો હેતુ
અમદાવાદ યુનિવર્સિટીના બાયોલોજિકલ અને લાઇફ સાયન્સીઝના એસોસિયેટ પ્રોફેસર વિવેક તનવડેએ જણાવ્યું હતુ કે ખાસ કરીને સ્નાતક કક્ષાએ રાજ્યમાં બાયોટેક ઉદ્યોગોને અનુરૂપ અભ્યાક્રમ ન હોવાને પગલે આ સ્થિતિ સર્જાઈ છે, હાલમાં જેમ અમારી અમદાવાદ યુનિવર્સિટીએ ખાસ બાયોટેક પ્રોગ્રામ લોંચ કર્યા છે, જે બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ માટે નેકસ્ટ જનરેશન વિજ્ઞાનીઓને તાલીમ આપી રહ્યા છીએ. ખાસ બાયોટેક પ્રોગ્રામનું ફોકસ ઉદ્યોગો માટે જરૂરી સ્કિલ પર છે, જેણે ઉદ્યોગો અને શિક્ષણ સંસ્થાઓ વચ્ચેની ખાઈને પુરવાનો છે. એ ધ્યાને લઈને ગુજરાત સરકાર પણ હવે બાયોટેક યુનિવર્સિટી ગાંધીનગરમાં સ્થાપી રહી છે.

ભારતે સૌથી મોટા વેકસિન-ઉત્પાદક દેશ તરીકે નામના મેળવી
તનવડેએ જણાવ્યું હતુ કે કોઈ યુનિવર્સિટીના વિભાગને બદલે આખી બાયોટેક યુનિવર્સિટી આ ક્ષેત્રે શરૂ થાય એ મોટી વાત છે, જેને પગલે રાજ્યમાં સરકારી અને ખાનગી શિક્ષણ સંસ્થા બાયોટેક ક્ષેત્રે શિક્ષણને વેગ મળશે, .કોવિડ-19 પછી બાયોટેક શિક્ષણમાં રસ વધી રહ્યો છે. દાયકાઓ અગાઉ ભારતમાં બાયોટેક સેકટરના શિક્ષણની એમએસ યુનિવર્સિટી દ્વારા પહેલને પગલે ભારતે હાલમાં સૌથી મોટો વેક્સિન-ઉત્પાદક દેશ તરીકે નામના મેળવી છે.

બાયોટેક સ્ટાર્ટઅપ માટે ગુજરાતમાં વિપુલ તકો
રાજ્યનાં યુવાનો તેમની ઉદ્યોગ-સાહસિકતાને લઈને જાણીતા છે, એવા સંજોગોમાં ખાસ કરીને બાયોટેક સ્ટાર્ટઅપ માટે ગુજરાતમાં વિપુલ તકો છે. ગુજરાતમાં ઉદ્યોગને અનુકૂળ પોલિસી અને નાણાં ઉપલબ્ધતાને પગલે પ્રોડકટ વિકસાવવા સ્ટાર્ટઅપ માટે સારું વાતાવરણ છે. સ્ટાર્ટઅપ માટે બાયોટેકક્ષેત્રે શરૂઆતમાં સંશોધન હોઈ વધુ સમય અને નાણાંની જરૂરિયાત પડતી હોય છે. શરૂઆતથી જ નાણાં મળતાં ન હોવાથી ટકી રહેવું મુશ્કેલ છે. એવા સંજોગોમાં ભારત સરકારની બાયોટેક રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ બાયોટેક સ્ટાર્ટઅપને બાયોનેસ્ટ પ્રોગ્રામ હેઠળ મદદ કરે છે. અમદાવાદ યુનિવર્સિટીના વેન્ચર સ્ટુડિયો આ હેઠળ સ્ટાર્ટઅપને મદદ કરે છે. ગુજરાત સરકારના બાયોટેક મિશન ગાંધીનગર દ્વારા સાવલી ખાતે સ્ટાર્ટઅપ માટે ઇન્ક્યુબેટર સ્થાપવામાં આવ્યું છે. સ્ટાર્ટઅપને રૂપિયા એક લાખ સુધીનું ફંડ પણ અપાય છે.

ગાંધીનગરમાં ગિફટસિટી જવાના રસ્તે યુનિવર્સીટી બનશે.
ગાંધીનગરમાં ગિફટસિટી જવાના રસ્તે યુનિવર્સીટી બનશે.

ગુજરાત પાસે ફાર્મા બાદ બાયોટેક હબ બનવાની ક્ષમતા
ઝાયડસ કેડિલાના સલાહકાર સુનીલ પારેખે જણાવ્યું હતું કે કોવિડ બાદ હવે બાયોટેક રિસર્ચ પર સૌની નજર છે, ત્યારે ગુજરાતમાં ફાર્મા બાદ હવે બાયોટેકક્ષેત્રે પણ નવાં સંશોધનો અને વધુ નવી પ્રોડકટ આપે એ દિશામાં કંપનીઓ કામે લાગી છે. બાયોટેક પ્રોડકટની એની બનાવટની ખૂબીને કારણે સાઇડ ઇફેકટ નથી, તેથી રાજ્યની મોટી કંપનીઓ તો આ સેકટરમાં કામ કરવા માંડી છે. બાયોટેક સ્ટાર્ટઅપને આ સેકટરમાં અંતિમ પરિણામ મળતાં સમય લગતો હોવાથી તેમના માટે ટકવું અઘરું છે.

ભારતીય બાયોટેક સેકટર 2024 સુધીમાં 13 ટકા થવાનો અંદાજ
વિશ્વભરમાં બાયોટેક સેકટરમાં ભારત ટોચના 12 દેશમાં સ્થાન ધરાવે છે, ગ્લોબલ બાયોટેક ઇન્ડસ્ટ્રીઝમાં 3 ટકા હિસ્સો ધરાવે છે. ભારત બીસીજી, ડીપીટી, મિઝ્લ્સ-ઓરી વેકસિનનું ગ્લોબલ સપ્લાયર તો છે, એની સાથે તે ડબ્લ્યુએચઓને 70 ટકા વેક્સિન પૂરી પાડે છે. ભારતીય બાયોટેક સેકટર વર્ષ 2018ના અંતે જે 3 ટકાએ પહોચ્યું છે એ વર્ષ 2024 સુધીમાં 13 ટકાએ પહોંચે એવો અંદાજ છે. વર્ષ 2021ના અંત સુધીમાં 3000થી વધુ બાયોટેક સ્ટાર્ટઅપ અને વર્ષ 2024 સુધીમાં તો 10,000 બાયોટેક સ્ટાર્ટઅપ કાર્યરત થવાનો અંદાજ છે. દેશમાં 600 જેટલી બાયોટેક કંપનીઓ, 50 જેટલા બાયોટેક ઇન્ક્યુબેટર અને 9 બાયોટેક પાર્ક દેશમાં છે, સાથે ચાર જેટલાં બાયોટેક્નોલોજી સાયન્સ કલસ્ટર દેશમાં છે. આ ક્ષેત્રે 100 ટકા એફડીઆઇ મંજૂરી અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો