તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઈરલ વીડિયો:મુંબઈથી આવતી બસને ગુજરાત પોલીસે એન્ટ્રી જ ન આપી, જરૂરી બધા જ રિપોર્ટ હોવા છતાં કોન્સ્ટેબલે ધમકાવી પાછા મોકલ્યા હોવાનો આક્ષેપ

6 દિવસ પહેલા

મુંબઈથી આવતી એક બસને રોકીને ફરીથી મહારાષ્ટ્ર મોકલવામાં આવી રહી છે. તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. બસ ડ્રાઇવરને પણ મારીને ધમકાવવાનો આક્ષેપ વીડિયો રેકોર્ડ કરનાર શખ્સે ગુજરાત પોલીસ પર મૂક્યો છે. તેણે આરોપ મૂકતાં કહ્યું હતું કે, હવાલદાર લોકોને ડરાવે છે, બસ ડ્રાઇવરને પણ મારી ધમકાવી બસોને મહારાષ્ટ્ર પાછી મોકલી રહ્યા છે. તેઓ કહે છે કે તેમની પાસે કોરોના નેગેટિવ હોવાના તમામ પ્રૂફ છે. તેમની પાસે RT PCR ટેસ્ટનો રિપોર્ટ પણ છે, મેડિકલ સર્ટિફિકેટ પણ છે. આ ઉપરાંત વેક્સિન લીધી છે તેના સર્ટિફિકેટ પણ તેમની પાસે છે. છતાં ગુજરાત પોલીસે તેમને એન્ટ્રી આપી નથી અને દમદાટી આપીને પાછી મહારાષ્ટ્ર તરફ બસ મોકલી દીધી છે.

એક મુસાફરે જણાવ્યું છે કે, પોલીસ મુસાફરો સાથે પણ જોહુકમી કરે છે. મુસાફર મહિલા તથા પુરુષોને પોલીસ દંડા મારીને બળજબરીપૂર્વક બસમાં બેસાડે છે. નીચે ઉતરવા દેતા નથી. મરણ પ્રસંગમાં જવાનું હોવાથી મુસાફરો ગુજરાત આવ્યા હતા તેવું જણાવી રહ્યાં છે. તેમની પાસે તમામ પ્રકારના મેડિકલ સર્ટિફિકેટ હોવા છતાં પોલીસે તેમને ગુજરાતમાં એન્ટ્રી આપી નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો