• Gujarati News
  • Local
  • Gujarat
  • Government Reduces Petrol diesel Duty Due To Delay In By elections, 50 Per Cent Out Of 24,000 Respondents

દિવ્ય ભાસ્કર પોલનું તારણ:24 હજારમાંથી 50 ટકા લોકોએ વ્યક્ત કર્યો અભિપ્રાય, પેટાચૂંટણીઓમાં પછડાટના કારણે સરકારે પેટ્રોલ-ડીઝલની ડ્યુટી ઓછી કરી

અમદવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 હજાર લોકોએ કહ્યું કે, લોકોમાં રોષ વધતો હતો એટલે ડ્યુટી ઓછી કરી

દિવ્ય ભાસ્કરની મોબાઈલ એપમાં મહત્વના સમાચારની વચ્ચે પોલ મુકવામાં આવે છે. આ પોલ થકી વાચકો પોતાનું મંતવ્ય વ્યક્ત કરે છે. બુધવારની રાત્રે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ પરની એકસાઇઝ ડ્યુટી ઓછી કરતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો હતો. આ સમાચારમાં વાચકોને પોલમાં એવો સવાલ પૂછવામાં આવ્યો હતો કે, સરકારે પેટ્રોલ-ડિઝલમાં એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવામાં આટલી વાર કેમ લગાડી? તમારું શું માનવું છે? પોલમાં ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા હતા. એમાં પહેલો વિકલ્પ હતો એ હતો કે, પેટાચૂંટણીઓમાં ભાજપની હારને કારણે કેન્દ્ર સરકારે આ પગલું ભર્યું. બીજો વિકલ્પ હતો કે, ઊંચા ભાવને લીધે પ્રજાનો આક્રોશ સતત વધી રહ્યો હતો. ત્રીજો વિકલ્પ હતો કે, શું સરકાર દિવાળી જેવા મોટા કોઈ તહેવારની રાહ જોતી હતી. આ સવાલ પૂછ્યાના બે કલાકમાં જ 24 હજાર લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો.

24 હજાર લોકોએ પોલમાં પોતાનો મત વ્યક્ત કર્યો તેમાંથી 12019 એટલે કે 50 ટકા લોકોએ પહેલા ઓપ્શનને સિલેક્ટ કરી એ વાત પર સહમતી દર્શાવી કે, ભારતના અલગ અલગ રાજ્યોમાં જે પેટાચૂંટણીઓ થઈ તેમાં ભાજપને પછડાટ મળી છે અને તેના પરિણામરૂપ સરકારને ભાવ ઘટાડવાની ફરજ પડી છે. આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ભાજપને ફટકો પડી શકે. આ ભયના કારણે જ કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ પરની એકસાઇઝ ડ્યુટી ઘટાડી છે. એ વાતમાં લોકો સહમત થયા. 24 હજારમાંથી 10,148 લોકોએ બીજા વિકલ્પની પસંદગી કરી. આ વાચકો એ વાત સાથે સહમત હતા કે, પેટ્રોલના ભાવ વધી રહ્યા હતા અને પ્રજામાં રોષ ફેલાઈ રહ્યો હતો. આ રોષ વધે નહીં એટલે સરકારે તાબડતોબ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો. આ પોલમાં ત્રીજું વિકલ્પ એ હતું કે, દિવાળી જેવો કોઈ મોટો તહેવાર આવે ત્યારે સરકાર મહત્વની જાહેરાત કરતી હોય છે. તો શું સરકાર આવા પર્વની રાહ જોતી હતી? આ વિકલ્પને 1833 લોકોએ પસંદ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...