• Gujarati News
  • Local
  • Gujarat
  • The Five Fire Extinguishing Technologies That Are Used In Foreign Countries, Even If There Was Only One Thing, Innocent People Would Have Been Spared.

વીડિયો એક્સપ્લેનરપાણી છાંટવાનો જમાનો ગયો હવે!:આગ ઓલવવાની એ પાંચ ટેક્નોલોજી જે વિદેશોમાં વપરાય છે, કોઈ એક વસ્તુ હોત તો પણ અમદાવાદની પ્રાંજલ બચી જાત

એક મહિનો પહેલા

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ગિરધરનગર સર્કલ પાસે ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં લાગેલી આગની ઘટનાએ અનેક લોકોને હચમચાવી દીધા છે. કારણ કે શનિવારની સવારે સાત વાગ્યાની આસપાસ સેંકડો લોકોની સામે એક ફ્લેટ ભડકે બળ્યો હતો. ઘરમાં હાજર ચારમાંથી ત્રણ લોકો તો હેમખેમ બહાર આવી ગયા પરંતુ પ્રાંજલ નામની એક તરુણી ઘરમાં જ ફસાઈ ગઈ હતી. બચવા માટે વલખાં મારતી પ્રાંજલ જેમ તેમ કરીને ઘરની ગેલેરી સુધી પહોંચી, મદદ માટે તેણે ઘણા સમય સુધી ચીસો પાડી, પરંતુ સાતમા માળે લાગેલી આગ સામે તમામ લોકો નિ:સહાય ઊભા રહ્યા.

ફાયરની ટીમના દાવા પ્રમાણે, સવારે 7.28 વાગ્યે ફાયરનો કોલ આવ્યો અને 7.32 વાગ્યે તો ફાયરની ટીમ પહોંચી પણ ગઈ હતી. હવે સૌથી મોટો સવાલ એ છે કે ચાર મિનિટમાં ફાયરબ્રિગેડના બંબા ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં પહોંચી તો ગયા, પણ આગ બુઝાવતા કેમ બીજો અડધો કલાક લાગી ગયો? આ મહત્ત્વનો અડધો કલાક વેડફાયો ન હોત તો કદાચ બિચારી 17 વર્ષની પ્રાંજલ આજે જીવતી હોત. આ ઘટનાના પ્રત્યક્ષદર્શી મહેશ ચોપરાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો, પરંતુ ગ્રાઉન્ડ ફ્લોરથી ફુવારો મારતા પાંચમા માળ સુધી જ પાણી પહોંચતું હતું, જેથી મેં ફાયરના સ્ટાફને સીડી (સ્નોરકેલ) ખોલવા કહ્યું, પરંતુ તેમની સીડી કોઈ રીતે ખૂલતી જ નહોતી.'

વિશ્વમાં ઘણા એવા દેશો છે, જે આવી ઘટનામાંથી બોધપાઠ લઈને નવી ટેક્નોલોજી વિકસાવી ચૂક્યા છે. જેમાં ડ્રોનથી લઈને રોબોટ ટેક્નોલોજીનો આગ ઓલવવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ લેખમાં વાત છે એવી પાંચ આધુનિક શોધની, જેણે આગની ઘટનામાં બચાવ માટે મહત્ત્વનું પગલું કહી શકાય.

ફાયર ફાઈટિંગ ડ્રોન

એરોનસ લિમિટેડ નામની કંપની ફાયર ફાઈટિંગ ડ્રોન બનાવે છે. આ ડ્રોનનું વજન 54 કિલો હોય છે, પરંતુ તે 145 કિલો સુધીનું વજન ઉપાડી શકે છે. કંપનીના દાવા મુજબ ફાયર ફાઈટિંગ ડ્રોન 300થી 400 મીટર ઊંચાઈ સુધી ઊડી શકે છે. એટલે રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

અવાજથી આગ ઓલવવાની ટેક્નોલોજી

અમેરિકાની જ્યોર્જ મેસન યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓએ અદભુત શોધ કરી છે. અવાજથી આગ ઓલવવાની ટેક્નોલોજી શોધી લાવ્યા. વિદ્યાર્થીઓનો દાવો છે કે આ ખાસ પ્રકારના સ્પીકરમાંથી નીકળતા અવાજનાં તરંગોના કારણે એક સીમિત વિસ્તાર સુધી ઓક્સિજન નથી રહેતું. ઓક્સિજનના અભાવના કારણે આગ પર કાબૂ આવી શકે છે. જો કે આ પ્રોજેક્ટ હજુ ડેવલપમેન્ટ સ્ટેજમાં છે. થોડા સમય બાદ બજારમાં વેચાણ માટે આવી શકે છે.

આગ બુઝાવતાં રોબોટ

ઓસ્ટ્રેલિયાની વેઈન્સ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડે વર્ષ 2016માં અનોખા રોબોટ બનાવ્યા. આ રોબોટની ખાસિયત એ છે કે તે 85 મીટર સુધી પાણી તેમજ કેમિકલનો મારો ચલાવી શકે છે. જરૂર પડે તો હ્યુમન ઓપરેટરની મદદથી પગથિયાં પણ ચડીને દુર્ઘટનાગ્રસ્ત વિસ્તાર સુધી પહોંચી શકે છે.

આગ ઓલવતાં બોલ

આ ખાસ પ્રકારના બોલને જ્યાં પણ આગ લાગી હોય ત્યાં નાખો એટલે ત્રણ સેકન્ડમાં એક નાનો ધડાકો થશે. આ સાથે જ બોલમાંથી નીકળતા કેમિકલના કારણે આગ પર કાબૂ આવી જશે. થાઈલેન્ડની એક કંપની આવા બોલ બનાવે છે. કેટલીક ઈ-કોમર્સ વેબસાઈટ પર તેની કિંમત 1 હજાર રૂપિયા કરતાં પણ ઓછી બતાવવામાં આવી છે. આ બોલની ખાસ વાત એ છે કે તેનાથી આગ ઓલવવા માટે કોઈ પણ વ્યક્તિને ટ્રેનિંગની જરૂર હોતી નથી. તેને લાવવા, લઈ જવામાં પણ સરળતા રહે છે અને ઘરમાં પણ રાખી શકાય.

કાર માટે કામની ટેક્નોલોજી

કારમાં આગ લાગે તો ઓટો ફાયરમેન નામની એક વસ્તુ જાનમાલનું નુકસાન થતાં બચાવી શકે છે. જેની એક તરફ મેગ્નેટ હોય છે, એટલે સરળતાથી કારના એન્જિનના ઉપરના ભાગે લગાવી શકાય છે. આ ટેક્નોલોજીના શોધકર્તાના દાવા મુજબ જો એન્જિનનું તાપમાન 60 ડિગ્રીથી વધે તો માત્ર 30 સેકન્ડમાં એક્ટિવ થઈ જાય છે અને આગ પર કાબૂ આવી જાય છે.

અન્ય સમાચારો પણ છે...