• Gujarati News
  • Local
  • Gujarat
  • Fire Department In Action, Hit Notice To 23 High rise Buildings, Wife Performed Tantric Ritual Outside Husband's House, CCTV

ગુજરાત મોર્નિંગ ન્યૂઝ બુલેટિન:અમદાવાદની આ 23 હાઇરાઇઝ બિલ્ડિંગને નોટિસ, પુત્રવધૂએ તાંત્રિક વિધિ કરાવી, CCTV જોઈ સાસરિયાં ચોંકી ગયાં

24 દિવસ પહેલા

પુત્રવધૂના કાળા જાદુથી સાસરિયાં ચોંકી ગયાં
આપણો સમાજ અંધશ્રદ્ધાથી હજી પણ દૂર થયો નથી. આધુનિક યુગમાં પણ એજ્યુકેટેડ લોકો કાળા જાદુમાં વિશ્વાસ રાખે છે. અમદાવાદ શહેરમાં સાસરિયાં સામે તાંત્રિક વિધિ કરનાર એક પુત્રવધૂનું કારસ્તાન સામે આવ્યું છે. ગભરાયેલા સાસરિયાંએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પુત્રવધૂ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTVના આધારે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદના મોટેરા વિસ્તારમાં રહેતા પ્રવrણભાઇના લગ્ન નારણપુરામાં રહેતી નિષ્ઠા સાથે વર્ષ 2015માં સમાજfક રીતરfવાજ મુજબ થયા હતા. બે વર્ષના લગ્નજીવનમાં નિષ્ઠા અને પ્રવrણે ઘરસંસાર છોડીને છૂટાછેડા લઈ લીધાં હતાં. ત્યાર બાદ નિષ્ઠાએ પ્રવીણ તેમજ તેનાં માતા-પિતા સામે કોર્ટમાં અનેક વખત ફરિયાદ કરી હતી, જેના કેસો હાલની તારીખમાં પણ કોર્ટમાં ચાલી રહ્યા છે. 23 જુલાઇ 2022ના રોજ તેમના ઘરની બહાર તાંત્રિક વિધિનો સામાન પડ્યો હતો. એના પર પ્રવીણભાઈના નાના ભાઇનો ફોટોગ્રાફ હતો. વાળના ગુચ્છા ઉપર પ્રવીણના ભાઇનો ફોટોગ્રાફ્સ હતો તેમજ લીંબુ, કંકુ, અગરબત્તી અને ચપ્પુ હતાં. આ જોઈને પરિવાર ગભરાઈ ગયો હતો.

NOC નથી તે બિલ્ડિંગોમાં પાણી-ગટર કનેક્શન કાપવા નોટિસ
અમદાવાદના શાહીબાગમાં ભભૂકી ઊઠેલી આગ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. એને પગલે ફાયર વિભાગે શહેરમાં 23 હાઇરાઈઝ બિલ્ડિંગને NOCને લઈ નોટિસ ફટકારી છે, જેમાં પાણી અને ગટરનાં કનેક્શન કટ કરવા અંગે તાકીદ કરવામાં આવી છે. તંત્ર દ્વારા ગોતાની સેવન્થ ગ્રેસ અને ઘાટલોડિયાના નિર્માણ કોમ્પલેક્સને નોટિસ આપવામાં આવી છે. ઉપરાંત તંત્ર દ્વારા એલર્ટ મોડમાં આવી થલતેજની ઈન્દ્રપ્રસ્થ અને મણિનગરના રુદ્રા સ્કાય, ઈસનપુરની શ્યામસાઈ-2 અને ખોખરાની શ્રી રામ હાઈટ્સ, ચાંદલોડિયાના બી.એમ.ટાવર અને સેટેલાઈટના હેતવી ટાવર, બોડકદેવના પુષ્કર ટાવર અને રોયલ ચિન્મય ટાવર ઉપરાંત જગતપુરના વૃંદાવન અને રાણીપના કલાસાગર હાઇટ્સને તાકીદ કરાઈ છે.

ભાજપના નેતા સામે ખંડણીની ફરિયાદ
વલસાડને અડીને આવેલા સંઘપ્રદેશ દમણ જિલ્લાપંચાયતના પ્રમુખ નવીન પટેલ અને તેના ભાઈ અશોક પટેલની સ્ક્રેપના વેપારી પાસે ખંડણી માગવાના કેસમાં ધરપકડ કરવામાં આવતાં ચકચાર મચી છે. દમણમાં સ્ક્રેપના વેપારીને સતત ધમકીઓ મળતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદ નોંધી ભાજપના નેતા અને તેના ભાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
આજે વડોદરા શહેરમાં આવેલા પોલો ગ્રાઉન્ડ ખાતે પતંગ મહોત્સવના આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેરમાં પ્રથમ વખત 75થી વધુ આંતરરાષ્ટ્રીય કક્ષાની પતંગો આકાશમાં ઊડી હતી. આ કાઈટ ફેસ્ટિવલમાં ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર્સ એસોસિયેશન (IKFA)સાથે સંકળાયેલી એનજીઓ દ્વારા હેલ્થ ચેકઅપ, આંતરરાષ્ટ્રીય પતંગ બનાવવાનો કેમ્પ, ફ્યુઝન એન્ડ કલ્ચર ડાન્સિંગ એક્ટિવિટી, સેલ્ફ ડિફેન્સ, કાઇટ થીમ પર ફેશન શો, મોડલ રોકેટ લોચિંગ અને નાના બાળકો દ્વારા સેવ બર્ડના પોસ્ટર સાથે સુંદર મેસેજ આપવામાં આવ્યો હતો.

પતંગની દોરીએ વધુ એકનો જીવ લીધો
ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. એ પહેલાં જ નડિયાદમાં પતંગની ઘાતક દોરીના કારણે એક ઘરનો ચિરાગ બુઝાયો છે. આણંદનો યુવાન મિત્રને મળવા નડિયાદ આવ્યો અને મિત્રનું મોટરસાઇકલ લઈને બજારમાં નીકળ્યો હતો. આ દરમિયાન શહેરમાં સરદારનગર વિસ્તારમાં ગળાના ભાગે દોરી ભરાઈ જતાં ગળાની નસ કપાઈ ગઈ હતી. આ બનાવમાં યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સ્કૂલની છત ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી
વડોદરા જિલ્લાના ડભોઈ મહુડી ભાગોળમાં આવેલી સુંદરકૂવા પ્રાથમિક શાળામાં 2001માં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ખાનગી કંપની દ્વારા બનાવવામાં આવેલી ફાઇબર રૂમની છત ધરાશાયી થઈ ગઈ હતી. સદભાગ્યે રિસેસનો સમય હોવાના કારણે 25 જેટલા વિદ્યાર્થીઓ રૂમની બહાર હોવાથી આબાદ બચાવ થયો હતો. આ બનાવના પગલે વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. આ ઘટનામાં જવાબદાર તંત્રની સ્પષ્ટ નિષ્કાળજી સામે આવી છે.

આપઘાત રોકવા અનોખો પ્રયોગ
તમે બેંકમાં દાગીના મૂકવા લોકરો જોયાં હશે અને ઉપયોગ પણ કર્યો હશે, પરંતુ કોઈ કહે કે જંતુનાશક દવા મૂકવા માટે લોકરો બનાવવામાં આવ્યાં છે, તો તમને માનવામાં આવશે? વિશ્વાસ નથી આવતો ને, તો કડી તાલુકાના ડાંગરવા ગામે સોના-ચાંદીના દાગીના લોકરમાં મૂકતા હોય એવી જ રીતે આ ગામની અંદર જંતુનાશક દવા મૂકવા માટે બેંક બનાવવામાં આવી છે, લોખંડનાં લોકરો બનાવવામાં આવ્યાં છે, જેનો ઉપયોગ ગામના ખેડૂતો કરી રહ્યા છે. ગામમાં કોઈ ઝેરી અને જંતુનાશક દવા ન પીવે એ માટે ગામના અંદર છેલ્લાં ત્રણ વર્ષથી ગ્રામપંચાયત અને એક ખાનગી કંપનીના સહયોગથી જંતુનાશક દવાઓ માટે સામૂહિક સંગ્રહ કેન્દ્ર નામથી લોકર ચાલી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...