વાલીના વિરોધ બાદ શાન ઠેકાણે આવી:સૈજપુરની એક્સેલેન્ટ સ્કૂલે ધોરણ 12ના વિદ્યાર્થીની ફી બાકી હોવાથી પરીક્ષાની હોલ ટિકિટ ન આપી

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

સૈજપુર બોઘા વિસ્તારમાં એક્સેલેન્ટ ઈંગ્લીશ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલમાં ભણતા ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીની 3300 રૂપિયા ફી ભરવાની બાકી હતી. જેના કારણે સ્કૂલે વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષા માટે હોલ ટિકિટ આપી નહોતી. જે બાદ વાલી સ્કૂલે પહોંચીને હોબાળો કર્યો હતો.

વિદ્યાર્થીની 3300 રૂપિયા ફી બાકી
સૈજપુરની એક્સલેન્ટ ઈંગ્લીશ હાઈસ્કૂલના ધોરણ 12 આર્ટ્સમાં ભણતો વિદ્યાર્થી શાહ ક્રિશ બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ લેવા ગયો હતો. જોકે સ્કૂલમાંથી ફી બાકી હોવાને કારણર ક્રિશને હોલ ટિકિટ આપવાની ના પાડી દીધો હતી. વર્ષની 10,500 રૂપિયા ફી હતી, જેમાંથી ક્રિશે 3300 રૂપિયા ફી ભરી નહોતી, જેથી સ્કૂલ દ્વારા ફી માંગવામાં આવી. આ અંગે ક્રિશના વાલીએ સ્કૂલ સંચાલક સાથે બોલચાલી કરી હતી અને મીડિયાને જાણ થતાં સ્કૂલે તાત્કાલિક હોલ ટિકિટ આપી હતી.

તકરાર કર્યા બાદ હોલ ટિકિટ આપવામાં આવી
આ અંગે વિદ્યાર્થી ક્રિશે જણાવ્યું હતું કે, મેં શરૂઆતથી જ ફી ભરી હતી. પરંતુ ડિસેમ્બર મહિનાથી સ્કૂલની ફી ભરવાની બાકી હતી, જે હું ભરી દેવાનો છું. પરંતુ અત્યારે બોર્ડની પરીક્ષા માટે હોલ ટિકિટ લેવા ગયો તો આપી નહોતી. બાદમાં તકરાર કર્યા બાદ હોલ ટિકિટ આપવામાં આવી છે. આ અંગે સ્કૂલનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સ્કૂલનો સંપર્ક થઈ શક્યો નહતો.

અન્ય સમાચારો પણ છે...