તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોદી@70:શર્મિષ્ઠા તળાવના ટાવર પરથી માણો વડનગરનો મનમોહક નજારો

વડનગર10 મહિનો પહેલાલેખક: કિશન પ્રજાપતિ

વિડિયો રિપોર્ટ: કિશન પ્રજાપતિ, ઐતિહાસિક નગરી વડનગરની શાન એટલે ‘શર્મિષ્ઠા તળાવ’. આ તળાવ સોલંકીયુગના જળસંગ્રહનું એક ઉત્તમ ઉદાહરણ છે. અરાવલિની ટેકરીઓમાંથી વહેતા કપીલા નદીના પાણીનો અહીં સંચય થાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું બાળપણ આ તળાવના કાંઠે જ વીત્યું છે. બાળ નરેન્દ્ર આ તળાવમાંથી જ મગરના બચ્ચાને પકડીને ખભે નાખી ઘરે લઈ ગયા હતા. આજે જ્યારે વડા પ્રધાન મોદીનો જન્મદિવસ છે, આ અવસરે દિવ્ય ભાસ્કર તમને શર્મિષ્ઠા તળાવથી વડનગર શહેરનો અવકાશી નજારો દેખાડી રહ્યું છે.

શર્મિષ્ઠા તળાવ પાસેના આશરે 76 ફૂટ ઊંચા ટાવર પરથી દિવ્ય ભાસ્કરની ટીમે છલોછલ તળાવ અને ચોમેર હરિયાળીનાં આ દૃશ્યો પહેલી વાર કેમેરામાં કંડાર્યાં છે.

શર્મિષ્ઠાના કાંઠેથી દેખાતો વડનગરની ભવ્યતાનો આ નજારો સૌકોઈને અભિભૂત કરી દે છે. અહીંથી નજીકમાં જ બી. એન. હાઈસ્કૂલ આવેલી છે. આ સ્કૂલમાં જ મોદીએ પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું. અહીંથી થોડે આગળ હાટકેશ્વર મહાદેવ બિરાજમાન છે. તળાવના કાંઠેથી આ મંદિરના અલૌકિક દૃશ્યો જોઈ શકાય છે. તળાવના સામે કાંઠે વડનગરનું ઘરેણું એવા કીર્તિ તોરણને પણ જોઈ શકાય છે. કીર્તિ તોરણની કોતરણી શૈલી સિદ્ધપુરના રૂદ્ર મહલાય જેવી છે. વિકાસની વાત્યુ કરતી આ સિવિલ હૉસ્પિટલ એટલે કે મેડિકલ કૉલેજ અહીંથી સ્પષ્ટ જોઈ શકાય છે. મૅડિકલ કૉલેજનું આ બિલ્ડિંગ ઐતિહાસિક નગરીની આરોગ્યક્ષેત્રે ભરેલી હરણફાળની સાબિતી પૂરે છે. અને આ એ જ જગ્યા છે જ્યાં, વિશ્વ વિખ્યાત મ્યુઝિયમ બનવવામાં આવશે. આ હેરિટેજ મ્યુઝિયમ ગ્રીસના એથેન્સ પછીનું દુનિયાનું બીજું સૌથી મોટું મ્યુઝિયમ હશે. જમીનની અંદર જ અહીં સાત માળનું મ્યુઝિયમ બનશે.

અન્ય સમાચારો પણ છે...