• Gujarati News
  • Local
  • Gujarat
  • Drone Sight Of Akshardham Temple In Gandhinagar, Glitter Of 10 Thousand Lamps Captivates Everyone's Mind

દિવાળી સ્પેશિયલ:ગાંધીનગરના અક્ષરધામ મંદિરનો ડ્રોન નજારો, 10 હજાર દીવડાઓનો ઝગમગાટ સૌ કોઈનાં મન મોહે

એક મહિનો પહેલા

દિવાળી મહાપર્વમાં ગાંધીનગરનું અક્ષરધામ મંદિર રોશનીથી ઝળહળી રહ્યું છે. 29 વર્ષ પહેલા પ્રમુખ સ્વામી દ્વારા શરૂ કરવામાં આવેલી દીવડાઓના શણગારની પરંપરા આ વર્ષે પણ યથાવત્ છે. લાભપાંચમ સુધી દરરોજ સાંજે 6 વાગ્યાથી લઈને રાત્રે 7.45 વાગ્યા સુધી આ રીતે રોશની કરવામાં આવશે. આ રોશનીના ડ્રોન વીડિયો સૌ કોઈના મન હરી લે છે. દિવાળી પર્વમાં અહીં મોટી સંખ્યામાં હરિભક્તો દર્શનાર્થે આવે છે. વિદેશથી વતનમાં આવતાં ગુજરાતીઓ પણ આ દિવસોમાં અચૂક મંદિરે દર્શન કરવા આવે છે. ચાલો માણીએ અક્ષરધામ મંદિરનો નયનરમ્ય આકાશી નજારો.