‘ગેમ ઓફ ગુજરાત-2022’:ગુજરાત વિધાનસભા ચૂંટણીનું 360 ડીગ્રી કવરેજ માત્ર દિવ્ય ભાસ્કર એપ પર

એક મહિનો પહેલા

બાઅદબ, બામુલાહિઝા, હોશિયાર!

ગુજરાતના રણમેદાનમાં લોકશાહીના મહાયુદ્ધનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ગમે તે ઘડીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન થશે અને ગુજરાત સત્તાવાર રીતે ‘ઇલેક્શન મોડ’માં આવી જશે. લોકશાહીના આ મહાપર્વમાં આપને એટલે કે અમારા પ્રિય વાચકોને સૌથી ઝડપી, સૌથી વિશ્વસનીય અને સૌથી વિગતવાર કવરેજ આપવા માટે ‘દિવ્ય ભાસ્કર’ એપ પણ કટિબદ્ધ છે. આજથી એટલે કે 22 ઓક્ટોબરને ધનતેરસના શુભ મુહૂર્તથી વિશ્વની સૌથી મોટી ગુજરાતી ન્યૂઝ એપ ‘દિવ્ય ભાસ્કર’ પોતાના મેગા ઇલેક્શન કવરેજ ‘ગેમ ઓફ ગુજરાત-2022’ની શુભ શરૂઆત કરી રહી છે. બે મહિનાથી પણ લાંબા આ મેરેથોન ઇલેક્શન કવરેજમાં અમે આપના માટે શું શું લાવી રહ્યા છીએ, આવો જાણીએ...

સોલિડ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ
દિવ્ય ભાસ્કર એપ પાસે 100થી વધુ ડેડિકેટેડ સજ્જ રિપોર્ટર્સની ફોજ છે, જે ગુજરાતના ખૂણેખૂણામાં તહેનાત છે. આ રિપોર્ટરો ગુજરાત વિધાનસભાની તમામ 182 સીટની આસપાસ આકાર લેતાં તમામ લેટેસ્ટ અપડેટ્સ, રિયલ ટાઇમમાં એક્સક્લૂસિવ વીડિયો સાથે આપના સુધી પહોંચાડશે. યાને કે ચૂંટણી પહેલાં, મતદાન વખતે અને ગણતરી વખતે પણ એકેય નાનામાં નાની ઘટના ‘દિવ્ય ભાસ્કર’ એપના રિપોર્ટરોની તેજ નજરથી બાકાત નહીં રહે. યાને કે આપના સુધી પહોંચશે સોલિડ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ.

ઇલેક્શન રીલ્સ
આજે જમાનો મિનિમમ ટાઇમમાં મેક્સિમમ ઇન્ફર્મેશન આપવા-લેવાનો છે. અત્યારે પ્રચંડ પોપ્યુલર થયેલા રીલ્સ જેવા શોર્ટ વીડિયો ફોર્મેટમાં પણ અમે આપને ઇલેક્શન રિલેટેડ ઇન્ફોર્મેશન અને એનાલિસિસ આપીશું. આ શેરેબલ ઇલેક્શન રીલ્સ તમને આપશે ન્યૂઝ, એનાલિસિસ અને ગુજરાતના રણમેદાન પર આકાર લઈ રહેલી ઇન્ટરેસ્ટિંગ ઘટનાઓનો ચિતાર.

એડિટર્સ પોડકાસ્ટ
ન્યૂઝ તમને કહે છે કે શું થયું-ક્યાં થયું, પરંતુ ‘દિવ્ય ભાસ્કર’ એપનું ‘એડિટર્સ પોડકાસ્ટ’ તમને દરેક ઘટના પાછળનાં કારણો, સમીકરણો અને પરિપ્રેક્ષ્ય સમજાવશે. 3થી 5 મિનિટનું આ પોડકાસ્ટ રજૂ કરશે પત્રકારત્વમાં 27 વર્ષનો વિશાળ અનુભવ ધરાવતા અને ગુજરાતની 7 વિધાનસભા ચૂંટણી કવર કરી ચૂકેલા ‘દિવ્ય ભાસ્કર’ એપના ડિજિટલ એડિટર મનીષ મહેતા.

નેતાજી ન્યૂઝરૂમમાં
દિવ્ય ભાસ્કર એપ તમને ગુજરાતના ‘ગ્રાઉન્ડ ઝીરો’ પરથી નક્કર અપડેટ્સ પીરસતું રહેશે, એ દરમિયાન લોકોને રીઝવવા માટે દોડધામ કરી રહેલા નેતાઓ ‘દિવ્ય ભાસ્કર’ના ન્યૂઝરૂમમાં આવશે. અહીં તેઓ અણિયાળા સવાલોના સીધા જવાબો આપશે અને લોકો વતી દિવ્ય ભાસ્કર તેમની પાસેથી સીધા જવાબો માગશે.

ડેઇલી કોલમઃ ‘શું લાગે છે?’
ચોતરફથી ફૂંકાતા ચૂંટણીના પ્રચાર અભિયાનમાં ઘણી બધી રસપ્રદ ઘટનાઓ બનતી રહે છે, વાતો આવતી રહે છે, જે મોટે ભાગે સમાચાર માધ્યમોનાં પાને ચડતી નથી. આવી ભારે રસપ્રદ વાતોને એકઠી કરીને હળવીફુલ શૈલીમાં અમે આપને આપીશું અમારી ડેઇલી કોલમ ‘શું લાગે છે?’માં.

બેસ્ટ ઇન ક્લાસ ઇન્ફોગ્રાફિક્સ
જો એક તસવીર સો શબ્દની ગરજ સારતી હોય, તો એક ઇન્ફોગ્રાફિક એક હજાર શબ્દોની આખી સ્ટોરી જેટલું મહત્ત્વ ધરાવે છે. ‘દિવ્ય ભાસ્કર’ એપની દરેક સ્ટોરી સાથે ગુજરાતી મીડિયામાં ક્યારેય ન રજૂ થયાં હોય તેવાં બેસ્ટ ઇન ક્લાસ ઇન્ફોગ્રાફિક્સ પેશ થશે. એકદમ નીટ એન્ડ ક્લીન રીતે માહિતી પીરસવાનો આ અંદાજ આપને જરૂર પસંદ આવશે.

યાને કે આ વખતની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તમારે બીજી કોઈ એપની જરૂર ન પડે તેનું ધ્યાન અમે રાખીશું. તમારે માત્ર આટલું જ કરવાનું છે, આપના મિત્રો-સ્નેહીઓ-પરિવારજનોને દિવ્ય ભાસ્કરની એપ ડાઉનલોડ કરાવો અને તમને ગમતી ન્યૂઝ સ્ટોરીઝ-વીડિયોઝ સૌની સાથે શૅર કરતા રહો. આજના ધન તેરસના શુભ દિવસે આપના અને આપના પરિવાર પર ધનવર્ષા થાય એવી ઇશ્વરને પ્રાર્થના અને લોકશાહીના શુભ પર્વ એવી ચૂંટણીમાં મતવર્ષા કરવાની જવાબદારી આપણા સૌની!

તો આવો... દિવ્ય ભાસ્કર એપની સાથે તૈયાર થઈ જાઓ ભાગ લેવા આ ‘ગેમ ઓફ ગુજરાત-2022’માં...!

અન્ય સમાચારો પણ છે...