• Gujarati News
  • Local
  • Gujarat
  • CM Took A Big Decision While Taking Charge, Silver 'Gandhi' Arrived In Gujarat From Odisha, See 7 Big News

ગુજરાત ROUND-UP@7PM:ચાર્જ સંભાળતા જ CMએ કર્યો મોટો નિર્ણય, ઓડિશાથી ગુજરાત પહોંચ્યા સિલ્વર 'ગાંધી', જુઓ 7 મોટા સમાચાર

3 મહિનો પહેલા

આજથી સરકાર ચાર્જમાં
સોમવારે ગુજરાતના 18મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા હતા. ત્યાર બાદ કેબિનેટની બેઠક મળી હતી, જેમાં મંત્રીઓને તેમનાં ખાતાંની ફાળવણી કરાઈ હતી. ત્યારે આજે મંગળવારે 13 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા. તેમણે મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ ઉપરાંત તેમના મંત્રીમંડળમાં સામેલ અન્ય મંત્રીઓ પણ પોતાનો ચાર્જ લઈ લેશે. આ પહેલાં કુબેર ડિંડોરે ચાર્જ લીધો હતો. G-20 સમિટ હોવાને કારણે વાઈબ્રન્ટ સમિટ યોજાશે નહીં. કોરોનાની ભીતિને કારણે વર્ષ 2022ના જાન્યુઆરી માસમાં પણ વાઈબ્રન્ટ સમિટ રદ્દ થઈ હતી.

નવા વિપક્ષ નેતા બનશે સી.જે. ચાવડા!
ગુજરાત વિધાનસભામાં ભાજપની એટલી પ્રચંડ બહુમતી આવી છે કે વિપક્ષ રહેશે કે નહિ તે સવાલ છે. સત્તા પક્ષ જો ઈચ્છે તો વિપક્ષ નેતા બની શકે તેમ છે. ત્યારે કોંગ્રેસ પાસે 17 સીટ હોવાને કારણે વિપક્ષ નેતા કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો પૈકી એક બની શકે તેમ છે. કોંગ્રેસે આ અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને મિટિંગોનો દોર યથાવત કર્યો છે.ગુજરાત કોંગ્રેસની ગઈકાલે અને આજે એમ બે દિવસ કોંગ્રેસ ભવન ખાતે મિટિંગ યોજાઈ હતી. જેમાં વિજેતા ધારાસભ્યો અને હારી ગયેલા કોંગ્રેસના ઉમેદવારો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ચૂંટણી હારવાના કારણો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઝોન મુજબ હારના કારણોનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વિપક્ષ નેતા સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવી હતી.

વિવાદાસ્પદ લોકકલાકાર ન પકડાય તો આંદોલન
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ડાયરાઓ ગજવતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ છેલ્લા 7 દિવસથી પોલીસ પકડથી દૂર છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા વખતે દેવાયત ખવડે મયૂરસિંહ રાણા પર પાઇપ વડે હુમલો કર્યો હતો. આ કેસમાં હવે દેવાયત ખવડે રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કરી છે, જેની સામે આજે મયૂરસિંહ રાણાના પરિવારજનોએ પત્રકાર પરિષદ સંબોધી હતી અને પોલીસ તેને છાવરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે દેવાયત ખવડને પોલીસ સાથે સાઠગાંઠ છે, પોલીસ મારા ખિસ્સામાં છે એવી હર હંમેશ વાતો કરતો હતો. 48 કલાકની અંદર ધરપકડ કરવામાં નહીં આવે તો પોલીસ કમિશનર કચેરી બહાર ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

ફરી લગ્ન કર્યા તો તાલિબાની સજા
21મી સદીમાં પણ કેટલાક લોકો પુનઃલગ્નને સ્વીકારી શકતા નથી. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગળકોટડી ગામમાં સભ્ય સમાજને હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. ગામમાં રહેતી એક મહિલાના પતિનું અવસાન થયા બાદ મહિલાએ અન્ય પુરુષ સાથે પુનઃલગ્ન કર્યા હતા. જે પૂર્વ પતિના પરિવારજનોને પસંદ ન આવતા પીડિતાને તાલીબાની સજા ફટકારી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નવજાતને ત્યજનાર નિષ્ઠુર જનેતા
સુરતના મગદલાલ ગામમાં આવેલ પંચ કુટીર સ્ટ્રીટમાંથી એક નવજાત ત્યજી દેવાયેલું મૃત હાલતમાં મળી આવ્યું હતું. વહેલી સવારે નવજાત બાળક મૃત સ્થિતિમાં મળી આવતા ચકચાર જવા પામી હતી. બાળકને બિલ્ડીંગની ઊંચાઈ પરથી ફેંકી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. મોડી રાત્રે બાળકને ફેંકી દેવામાં આવતા હોવાના સીસીટીવી સામે આવ્યા છે. જેને લઇ ઉમરા પોલીસે ઘટના અંગે નિષ્ઠુર માતા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હચમચાવી દે એવા CCTV
ભાવનગરમાં આજે સવારે મોટી દુર્ઘટના સર્જાતાં અટકી છે. સુરતથી મુસાફરો ભરી ભાવનગર આવેલી ખાનગી ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ-એટેક આવ્યો હતો, જેથી ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ ગણતરીની સેકન્ડોમાં જ ત્રણ વાહનને ટક્કર મારીને મારુતિના શોરૂમમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં ડ્રાઈવરનુ સ્થળ પર જ મોત થયું હતું. જોકે સદનસીબે બીજી કોઈ વધુ જાનહાનિ થઈ નથી.

ઓડિશાથી આવ્યા સિલ્વર 'ગાંધી'
28 વર્ષીય મોહન મહાપાત્રા જે સાંઈરામ ગાંધીનામથી જાણીતા છે અને થિયેટર આર્ટિસ્ટ છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રેરાઈને 2014થી જ સિલ્વર ગાંધી બનીને અલગ અલગ રાજ્યોમાં યાત્રા કરી રહ્યા છે. ચહેરા પર ચાંદીનો રંગ અને ગાંધીના પોશાક પહેરીને હરિયાણા, રાજસ્થાન, ઓડિશા, દિલ્હી, યુપી સહિત અનેક રાજ્યોમાં ગાંધીના રૂપમાં સ્વચ્છતાનો સંદેશ આપવા માટે ફરી ચુક્યા છે.સિલ્વર ગાંધી નામથી જાણીતા મોહનપાત્રાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે હું ખુશ છું કારણ કે મારું નામ પણ મોહન છે. જ્યારે ત્રીજા ધોરણમાં હતો ત્યારે ગાંધીજીથી પ્રેરિત થયો હતો અને સ્કૂલના દિવસોમાં પણ ગાંધીની ભૂમિકા ભજવતો હતો.

અન્ય સમાચારો પણ છે...