દિવ્ય ભાસ્કરની ખાસ રજૂઆત 'પારકી પંચાત'માં આજે વાત વિરમગામના એ વિરલાની કરવાની છે, જેના માટે CM અને CR બંનેને ખૂબ લાગણી છે. જોકે આ લાગણી કેવા પ્રકારની છે એ તો ભાજપ પક્ષ જ જાણે. થોડા સમય પહેલાં વિરમગામમાં ભાજપ કાર્યાલયનું ઉદઘાટન થયું, કાર્યક્રમમાં સીએમ અને સીઆર બંને હાજર રહ્યા. આ દરમિયાન હાર્દિક પટેલને પાટીલે હનુમાનજીની મૂર્તિ આપી અને ટિપ્પણીઓનો દૌર શરૂ થઈ ગયો. તો બીજી તરફ, સીઆર પાટીલે પત્રકારને આપેલા નિવેદનથી ચર્ચાનું બજાર એવું ગરમ થયું છે કે ચૈતર વસાવા ઝાડુ છોડી કમળ ખીલવશે. આ ઉપરાંત સરકારની ચિંતન શિબિરમાં લોકકલ્યાણ માટે વૈચારિક મંથન અને નવી ઊર્જા મેળવવાની વાત તો થઈ ખરી, પણ બાબુઓને ઉનાળાનું મિની વેકેશન ચોક્કસથી મળ્યું હતું.
રાજનીતિ, બ્યૂરોક્રેસી, સહકાર ક્ષેત્રની, ફિલ્મ કે રમતગમત જેવાં ક્ષેત્રોમાં અંદર ચાલી રહેલી ચર્ચાઓ કે ગોસિપ તમારા સુધી પહોંચાડીશું. કયા પક્ષમાં શું રંધાઈ રહ્યું છે અને કોને કોનાથી અણગમો છે એવી ખબરો જેની પુષ્ટિ ન થઈ શકી હોય, પરંતુ પંચાત ચોક્કસથી શરૂ થઈ ગઈ છે. આ વીડિયો જોવા માટે ઉપરના ફોટા પર ક્લિક કરો અને જુઓ રાજ્યમાં ચાલતી કેટલીક ચર્ચાસ્પદ વાતો અંગેની 'પારકી પંચાત'
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.