• Gujarati News
  • Local
  • Gujarat
  • CCTV In Public Places In Porbandar. Declaration Regarding Installation Of Camera With Recording System; Violators Will Be Liable To Fine

જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જાહેરનામું પ્રસિદ્ધ:રાજપીપળામાં જાહેર સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા વીથ રેકોર્ડીંગ સિસ્‍ટમ સાથે લગાડવા અંગે જાહેરનામું; ભંગ કરનાર દંડને પાત્ર થશે

નર્મદા (રાજપીપળા)19 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.એ.ગાંધીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા જિલ્લામાં આવેલ તમામ હોટલ/ગેસ્‍ટ હાઉસ, મોટા રેસ્‍ટોરન્‍ટ, બેંકીંગ સંસ્‍થાઓ, એ.ટી.એમ. સેન્ટરો, મલ્‍ટીપ્‍લેકસ થીયેટર, લોજીંગ-બોર્ડીંગ, ધર્મશાળાઓ, આંગડીયા પેઢીઓ, ઔદ્યોગિક એકમો, ધાર્મિક સ્થળો, સોના-ચાંદીની દુકાનો, કોમર્શિયલ સેન્ટરો, પેટ્રોલ પંપો તથા હોટલો ઉપર તથા હાઇવે ઉપર આવેલ તમામ ટોલ પ્‍લાઝાઓ ઉપર વાહનનો રજીસ્‍ટ્રેશન નંબર સ્‍પષ્‍ટ રીતે દેખાય તે રીતે તેમજ વાહન ચાલક તથા તેની બાજુમાં બેઠેલી વ્‍યકિતનું વીડિયો રેકોર્ડીંગ થઇ શકે તેમજ બેંકિંગ સંસ્થાઓ, આંગડીયા પેઢીઓ, સોના-ચાંદીની દુકાનો અને કોમર્શિયલ સેન્ટરોમાં આવતા-જતા તમામ વ્યકિતઓ સ્પષ્ટ રીતે ઓળખી શકાય તે રીતે સી.સી.ટી.વી. કેમેરા, નાઇટ વિઝન કેમેરા હાઇડેફીનેશન સાથે ગોઠવવાના રહેશે.

સી.સી.ટી.વી. કેમેરા (નાઇટ વિઝન તથા હાઇડેફીનેશન) વિથ રેકોર્ડીંગ સીસ્‍ટમની વ્‍યવસ્‍થા કરવાની રહેશે. સી.સી.ટી.વી. કેમેરાનો ડેટા ઓછામાં ઓછો 30 દિવસ સુધી સંગ્રહ કરવાની જવાબદારી જે તે જગ્‍યાના સંચાલકની રહેશે. ઉપરોકત જણાવેલ સ્થળોની બહારના ભાગે પી.ટી.ઝેડ. કેમેરા ગોઠવવા. ઉપરોકત જણાવેલ સ્થળોના પાર્કિંગની જગ્‍યાઓમાં સંપૂર્ણ જગ્‍યાનું કવરેજ થાય તે રીતે કેમેરા ગોઠવવા. રીસેપ્‍શન સેન્‍ટર, લોબી, બેઝમેન્‍ટ તથા જાહેર પ્રજા માટે પ્રવેશ હોય ત્‍યાં તમામ જગ્‍યાઓનું સંપૂર્ણ કવરેજ થાય એ રીતે કેમેરાઓ ગોઠવવાના રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ –188ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરી પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...