ભારતીય જનતા પાર્ટીના દિયોદરના ધારાસભ્યએ ભૂગર્ભ જળના પ્રશ્નનું નિરાકરણ લાવવા સમય મળે એ માટે પોતાના મતવિસ્તારના લોકોને વ્યક્તિગત પ્રસંગોમાં હાજરી ન આપી શકે એવી વાત રજૂ કરી હતી, જે મામલે ગ્રામજનો સહમત થયા છે. આમ, જનપ્રતિનિધિએ પોતે જ પોતાનો બહિષ્કાર કરાવ્યો એવી ચર્ચા છે. બાબા બાગેશ્વરનું આયોજન પહેલાં કોઈ બીજું કરવાનું હતું, પણ વચ્ચેથી જ આયોજકો બદલાયા તથા સમિતિમાંથી પણ કેટલાક સભ્યો બદલાયા ને ભાજપના નેતાઓ સામેલ થયાની વાતો થઈ રહી છે...પાટીલે બોલાવેલી મંથન બેઠકમાં અધિકારી રાજ સામે કડક થવા ભાજપના નેતાઓને ટકોર કરવામાં આવી છે...બની શકે છે સીઆર પાટીલ સુધી ફરિયાદો પહોંચી હોય કે નેતાઓ અધિકારી સામે ઢીલાઢોળ ચલાવી રહ્યા છે...રાજ્યમાં ચાલતી અંદરની વાતોને રજૂ કરતી ખાસ રજૂઆત 'પારકી પંચાત' જોવા માટે ઉપરના ફોટા પર ક્લિક કરો અને વીડિયો જુઓ..
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.