પોતાનાં બાળકોને આફતમાંથી ઉગારવા માટે મા-બાપ કોઈપણ હદે જઈ શકે છે. આવો પ્રેમ માત્ર માણસોમાં જ નહીં, પશુ-પક્ષીઓમાં પણ જોવા મળે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં બે સાહુડીએ તેમના બચ્ચાને દીપડાના હુમલાથી બચાવવા માટે જીવની બાજી લગાવી દીધી. સામે દીપડાએ પણ શિકારને પકડવા માટે ઘણા પ્રયાસો કર્યા, પરંતુ વીડિયાનો અંત સુધીમાં તેને સફળતા મળતી દેખાતી નથી. દીપડાએ સાહુડીના બચ્ચા પર હુમલો કરવા માટે ત્રણથી ચાર વખત એની ફરતે આંટા મારતો રહ્યો, પરંતુ સાહુડીઓ દરેક વખતે દીપડા સામે આક્રમકતા બતાવી. આ વીડિયોને IAS અધિકારી સુપ્રિયા સાહુએ ટ્વિટર પર શેર કર્યો છે, જેને જોઈને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.