પારકી પંચાતજાણો ક્યાં, શું રંધાઈ રહ્યું છે?:જયેશ રાદડિયા સ્ટીયરિંગ સંભાળીને શું સંકેત આપી રહ્યા છે?; AMCના પદાધિકારીઓ નિર્ણય લેતાં ડરે છે!; ગુલાબી નોટની ગરમીએ બેંકવાળાને પરસેવો વાળી દીધો!

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

પૂર્વ મંત્રી અને જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાએ એસટી બસ ચલાવી. સ્ટીયરિંગ સંભાળીને રાદડિયા શું સંકેત આપવા માગે છે એની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. 6 મહિનામાં AMCની ટર્મ પૂરી થઈ રહી છે, એવામાં ચર્ચા છે કે પદાધિકારીઓ હાલ કોઈ નિર્ણય લઈ વિવાદમાં ફસાવા નથી માગતા. IAS અધિકારી એસ.કે. લાંગા સામે ચાલી રહેલી તપાસ વચ્ચે ગણગણાટ છે કે લાંગાએ અંદરની વાતો બીજા રાજકીય પક્ષના નેતા પાસે લીક કરી દીધી હતી, એટલે જ લાંગા મુશ્કેલીમાં મુકાયા છે. 2000ની નોટ જમા કરાવવા માટે RBI દ્વારા બહાર પડાતા નોટિફિકેશનને લઈ કોણ મુશ્કેલીમાં મુકાયું છે? ત્યારે આ વીડિયો જોવા માટે ઉપરના ફોટા પર ક્લિક કરો અને જુઓ રાજ્યમાં ચાલતી કેટલીક ચર્ચાસ્પદ વાતો અંગેની 'પારકી પંચાત'

અન્ય સમાચારો પણ છે...