વિરોધ કરે તે પહેલાં નજરકેદ:અમદાવાદ સિવિલમાં PM મોદીના કાર્યક્રમ અગાઉ NSUIના કાર્યકરોની સવારથી જ પોલીસે અટકાયત કરી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે જેમાં તે આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વિવિધ લોકાર્પણ કરવાના છે. ત્યારે આ કાર્યક્રમમાં સુરક્ષાની ચૂક રહી ના જાય તેની પુરી તકેદારી રાખવામાં આવી રહી છે.NSUI ના કાર્યકરોએ ગઈકાલે એક સ્કૂલમાં વિરોધનો કાર્યક્રમ રાખ્યો હતો. ત્યાર બાદ કાર્યક્રમ રદ કર્યા હતો. પરંતુ વડાપ્રધાનના કાર્યક્રમમાં તેઓ વિરોધ કરવા ના પહોંચે તે માટે આજે સવારથી પોલીસે NSUI ના કાર્યકરોની અટકાયત કરી દીધી છે.

ઘરેથી અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા
શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા NSUIના આગેવાન નારાયણ ભરવાડ,તોષીત મકવાણા,ભાવિક રોહિત સહિત 10 જેટલા કાર્યકરોની રામોલ,ઓઢવ અને અમરાઈવાડી પોલીસે સવારે જ તેમના ઘરેથી અટકાયત કરી હતી. NSUI દ્વારા આજે બપોરે એક સ્કૂલમાં ફી મામલે વિરોધ કરવાનો કાર્યક્રમ હતો. ત્યાર બાદ આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. NSUI ના કાર્યકરો PM મોદીના કાર્યક્રમ દરમિયાન કોઈ વિરોધ ના કરે તે માટે સવારે જ તેમના ઘરેથી અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.

વડાપ્રધાન મોદી ઉદ્ઘાટન કરીને જનસભાને સંબોધશે
​​​​​​​
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સિવિલ હોસ્પિટલમાં 712 કરોડના ખર્ચે વિવિધ આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. તેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયાર કરી દેવામાં આવી છે. ત્યારે સમગ્ર સિવિલ હોસ્પિટલને અંદર અને બહારથી શણગારવામાં આવી છે. સમગ્ર હોસ્પિટલમાં અલગ અલગ પ્રકારની લાઈટથી ડેકોરેશન કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાય દિવસથી લાઇટિંગ માટે તૈયારીઓ કરવામાં આવી રહી હતી.વડાપ્રધાન મોદી ઉદ્ઘાટન કરીને જનસભા સંબોધવાના છે. મોદીની સિવિલ હોસ્પિટલની આ મુલાકાતને લઈ ટ્રોમાં સેન્ટરથી લઈને સમગ્ર સિવિલને રોશનીથી શણગારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...