તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્પોરેટ સહયોગ:અદાણી ગ્રુપ કોરોનાના દર્દીઓ માટે અમદાવાદમાં એની સ્કૂલમાં ઓક્સિજનની સુવિધા સાથેનું 200 બેડનું કોવિડ કેર સેન્ટર બનાવશે

અમદાવાદ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
અદાણી વિદ્યા મંદિર સંકુલને કોવિડ કેર સેન્ટરમાં ફેરવાશે. - Divya Bhaskar
અદાણી વિદ્યા મંદિર સંકુલને કોવિડ કેર સેન્ટરમાં ફેરવાશે.
 • સેન્ટરમાં પરિવારોથી અલગ આઇસોલેશનમાં રહેતા લોકોની સંભાળ લેવાશે
 • આગામી 3-4 દિવસમાં આ કોવિડ કેર સેન્ટર શરૂ થઈ જશે
 • અદાણી ગ્રુપ નોઇડામાં પણ આ પ્રકારનું કોવિડ કેર સેન્ટર બનાવશે

કોરોનાની મહામારીમાં અમદાવાદમાં રોજના હજારો કેસ આવી રહ્યા છે. આ જીવલેણ વાયરસ સામે સંઘર્ષ કરી રહેલી રાજ્ય સરકારના પ્રયાસોના સમર્થનમાં અદાણી ગ્રુપ અમદાવાદમાં 200 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરશે. ત્યાર બાદ ધીમે ધીમે તેની ક્ષમતા વધારશે. અદાણી ફાઉન્ડેશનના નેતૃત્વ હેઠળ સંચાલિત અમદાવાદના મકરબા વિસ્તારમાં આવેલી અદાણી વિદ્યા મંદિર સંકુલને કોવિડ-19ની નજીવી અસર હેઠળના પોઝિટિવ દર્દીઓને આધારરૂપ સારસંભાળ માટેની સવલતમાં રૂપાંતરિત કરવામાં આવશે. અદાણી ગ્રુપ આ અભૂતપૂર્વ પરિસ્થિતિમાં કેવી રીતે યોગદાન આપી શકે એવી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી સાથેની ચર્ચા બાદ આ સેન્ટર શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.

સરકારી, ખાનગી આરોગ્ય પરનું ભારણ ઘટાડવાનો હેતુ
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં આવેલાં સરકારી અને ખાનગી આરોગ્ય માળખાં પરનું ભારણ ઘટે એ હેતુથી શરૂ થનારા આ સેન્ટરમાં પોતાના પરિવારોથી આઇસોલેશનમાં રહેલા લોકોની સંભાળ લેશે. આઇસોલેશન હેઠળના લોકો માટેની આ સગવડથી તેમના પરિવારના અન્ય સદસ્યોનું પણ સંક્રમિત થવા સામે રક્ષણ થશે અને કોવિડના ફેલાવાની ગતિને ધીમી પાડવામાં ભાગ ભજવશે.

વિદ્યા-દાનમાંથી જીવન-દાન
અદાણી ફાઉન્ડેશને કહ્યું હતું કે ઝડપથી ફેલાઇ રહેલી આ મહામારીને અંકુશમાં લેવા સરકાર અને આરોગ્ય સંભાળની સંસ્થાઓ સંસાધનો એકત્ર કરવા મથી રહી હોઈ, ત્યારે અમારે શક્ય તમામ રીતે સહયોગ કરવાનો જ છે અને એ કરીશું. ગ્રુપના યુદ્ધના ધોરણે આંતરમાળખું ઊભું કરવાના વિશાળ અનુભવને કામે લગાડીને અદાણી વિદ્યા મંદિર ખાતે જરૂરિયાતને અનુરૂપ માળખું ઊભું કરીશું. અમારી શાળાના શિક્ષણ આપતા ખંડોને જીવન ખંડોમાં અર્થાત્ વિદ્યા-દાનમાંથી જીવન-દાનમાં અમે રૂપાંતરિત કરીશું.

કોવિડ કેર સેન્ટરની સવલતો

 • દર્દી માટે પથારીઓ, પોષણયુક્ત આહાર અને તબીબી સંભાળની વ્યવસ્થા.
 • દર્દીઓ અને તબીબી અધિકારી બન્ને માટે રહેવા અને આરામ માટેની સગવડ.
 • શ્વાસ લેવામાં તકલીફ ધરાવતા દર્દીઓને મેડિકલ ઓક્સિજન પૂરો પાડવાની ટેક્નિકલ સુવિધાઓ.
 • તબીબી પુરવઠાના પર્યાપ્ત જથ્થાની વ્યવસ્થા.
 • તબીબી, સંદેશા વ્યવહાર અને મોનિટરિંગ સિસ્ટમ માટે એક અલાયદા રૂમની સ્થાપના કરાશે.
 • સરકાર, શહેરના વહીવટીતંત્ર અને રાજ્યના આરોગ્ય સત્તાધિકારીઓ દ્વારા જરુરી નોંધણી, રિપોર્ટિંગ અને સલામતીના નીતિનિયમો સંબંધી કાર્યમાં અદાણીની ટુકડીઓ પણ મૂકવામાં આવશે.

અદાણી ગ્રુપના વૈશ્વિક વ્યાપારી સંબંધો ઓક્સિજન પુરવઠામાં મદદરૂપ થયા
અદાણી ગ્રુપે એના વૈશ્વિક વ્યાપારી સંબંધો અને પરિવહનના વિશાળ અનુભવનો ઉપયોગ કરીને અતિઆવશ્યક એવા ઓક્સિજનના પુરવઠા માટે 40થી વધુ ક્રાયોજેનિક ટાંકાઓ, 100થી વધુ ઓક્સિજન બેડની હોસ્પિટલને સહારો પાડવા પ્રત્યેક સક્ષમ એવા 20 ઓક્સિજન પ્લાન્ટ્સ, 120 ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ, 5000 ઓક્સિજન-સિલિન્ડર્સની આયાત સિંગાપોર, સાઉદી અરેબિયા, થાઇલેન્ડ અને દુબઇમાંથી કરી છે. ઉપરાંત ગ્રુપ ઓક્સિજનના નિરંતર ધોરણે રિફિલિંગ માટે ઘણી જગ્યાએ સહયોગ કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો