સુસાઇડ એટેમ્પ્ટનો Live VIDEO
અમદાવાદના CTM ઓવરબ્રિજ પરથી એક યુવતીએ કોઈ કારણસર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલો નજીકમાં એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધો છે. પરંતુ એ યુવતી કોઈ અગમ્ય કારણસર બ્રિજ ઉપરથી કૂદવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારે નીચેથી લોકો તેને બચાવવા માટે બૂમો પાડી રહ્યા હતા. પરંતુ કોઈ તેને બાચવે તે પહેલાં તેણે બ્રિજ પરથી કૂદકો માર્યો હતો. આ સમગ્ર મામલાની જાણ થતાં ઘટના સ્થળ પર પોલીસ પણ પહોંચી હતી. જ્યારે 108ની ટીમ ઘટના સ્થળે પહોંચતાં યુવતીને પગમાં ફ્રેક્ચર થયું હતું અને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
જુનિયર ક્લાર્કની તૈયારીઓ શરૂ કરી દો
ગુજરાતમાં જુનિયર ક્લાર્કનું પેપર લીક થયા બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સરકાર દ્વારા પંચાયત સેવા પસંદગી મંડળના નવા ઇન્ચાર્જ અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલને જવાબદારી સોંપાઈ છે. જે બાદમાં હવે IPS હસમુખ પટેલે આજે પત્રકારોને સંબોધતા એપ્રિલમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષાની તૈયારી શરૂ કરી દે, વહેલી તકે પરીક્ષા લેવી અને સ્વચ્છ પરીક્ષા લેવી તે અમારી પ્રાથમિકતા છે.
કડીમાં તસ્કરો બેલગામ બન્યા
કડી તાલુકા અને શહેરની અંદર તસ્કરો માટે મોકળું મેદાન બની ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી કડી પંથકમાં ચોરીઓના બનાવો વધી રહ્યા છે. તસ્કરો ચોરીને અંજામ આપીને ફરાર થઈ જતાં સમગ્ર વિસ્તારના લોકો હાલ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. ત્યારે કડી રોડ ઉપર આવેલા જિનિંગ ફેક્ટરીઓ અને ઓઇલ મિલોની અંદર એકીસાથે તાળાં તૂટતાં વેપારીઓમાં ચર્ચા મચી જવા પામ્યો હતો. કડી શહેરની અંદર છેલ્લા કેટલાક સમયથી ચોરી ના બનાવવામાં વધારો જોવા મળી રહ્યો છે અને ક્રાઇમ રેટ વધતો હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે કડીના રોડ ઉપર આવેલ 6 જિનિંગ ફેક્ટરીઓ અને ઓઇલ મીલની અંદર ચડ્ડી બનીયાન ધારી હતી. રોકડ રકમ તેમજ હાજર કર્મચારીના પાસેથી 7000 રૂપિયા સોનાનો દોરો મોબાઈલ લૂંટી ફરાર થઈ જતા વ્યાપારીઓમાં ભાઈનો માહોલ છવાઈ ગયો હતો જ્યાં કડી પોલીસ દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરેન્દ્રનગરમાં ત્રિપલ મર્ડર
સુરેન્દ્રનગર જિલ્લાના ફુલગ્રામ ગામે ત્રિપલ મર્ડરની ઘટના બનતા સમગ્ર જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો છે. ખેતરના રસ્તે ચાલવા મુદ્દે આ એક જ પરિવારના ત્રણ લોકોની હત્યા નિપજાવવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હચમચાવી નાખતી હત્યાની આ ઘટના અંગે મળતી વિગત મુજબ જોરાવરનગર પોલીસ મથક વિસ્તારમાં આવતા ફુલગ્રામમાં રહેતા હમીરભાઇ કેહરભાઇ મેમકીયાને ગામના જ રહેવાસી ભગા નાગજીભાઇ સાથે રસ્તે ચાલવા બાબતે માથાકુટ ચાલતી હતી.આ નજીવી બાબતે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. અને બાદમાં લોહીયાળ ખેલ ખેલાયો હતો. આ ચકચારી બનાવની પ્રાથમિક વિગતો મળી છે. જેમાં હમીરભાઇ, તેના પુત્ર અને પુત્રવધુની હત્યા નિપજાવવામાં આવી છે.
ઠંડીનો એક રાઉન્ડ હજુ બાકી છે!
ગુજરાતમાં હાલ ઠંડી જાણે કે ગાયબ થઈ ગઈ હોય તેમ ગરમીનું પ્રમાણ વધ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે, પાંચ દિવસ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગરમીમાં વધારો થયો છે. અમદાવાદમાં 13.3 ડિગ્રી, ગાંધીનગર 11.4 ડિગ્રી અને નલિયા 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું. ફેબ્રુઆરીના મધ્યમાં સિઝનની ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે.
બાપનો બગીચો, દાદાગીરીના CCTV
અમદાવાદ શહેરના એસપી રિંગ રોડ પર આવેલા કેફે રોજ રોજ અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની રહ્યાનું ચિત્ર ઊપસી રહ્યું છે. શીલજ સર્કલ નજીક આવેલા બાપનો બગીચો કેફેમાં થોડા સમય પહેલાં મારામારી અને ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં વધુ સીસીટીવી સામે આવ્યા છે. સામે આવેલા નવા સીસીટીવીમાં ટપોરીઓનો આતંક કેદ થયો છે. કાયદો અને વ્યવસ્થાને ખુલ્લી ચેલેન્જ ફેંકતા હોય તેમ કેટલાક માથાભારે શખસો કેફેનો SUV કારથી ફિલ્મી સ્ટાઈલમાં દરવાજો તોડે છે, પછી ગન સાથે ઊતરે છે અને કેફેમાં તોડફોડ અને ઉત્પાત મચાવે છે.
ભૂલ કોઈની ને ભોગવ્યું બીજાએ!
સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા ધર્મ રો હાઉસ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સગીર યુવક પુરપાટ ઝડપે બાઈક હંકારી આવ્યો હતો. આ દરમિયાન અન્ય બાઈક સાથે અકસ્માત થતાં તેની બાઈક ધડાકાભેર ત્યાં પાર્ક કરેલી કાર સાથે અથડાઈ હતી. જો કે આ સમગ્ર બનાવમાં સગીરનો બચાવ થયો હતો. બીજી તરફ આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ જવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.