દિવ્ય ભાસ્કર Poll:67 ટકા લોકો માને છે કે કોરોના ટેસ્ટ માટે સરકારની મંજૂરી લેવાનો નિર્ણય બિલકુલ ખોટો છે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રાઇવેટ લેબમાં કોરોના ટેસ્ટ કરાવવા માટે સરકારની મંજૂરી લેવી પડે છે, આ મુદ્દે દિવ્ય ભાસ્કરે ગઈ કાલે પોતાના ઓફિશિયલ ફેસબુક અને ટ્વિટર પેજ પર લોકોના અભિપ્રાય જાણવા માટે ઓપિનિયન પોલ ચલાવ્યો હતો. 

આ પોલમાં ફેસબુક પેજ પર 24 કલાકમાં 7100 થી વધુ લોકોએ પોતાનો મત આપ્યો હતો, જેમાંથી 4800 એટલે કે 67% લોકોએ મંજૂરી લેવાની આ પ્રક્રિયાને અયોગ્ય ગણાવી હતી, જ્યારે બાકીના 2300 એટલે કે 33% લોકોએ આ પ્રોસેસને યોગ્ય ગણાવી છે. 

આ જ પ્રમાણે ટ્વિટર પેજ ઉપર પણ ટોટલ 1300 લોકોએ પોતાનો મત આપ્યો હતો, જેમાંથી 862  લોકો (66.3%)એ આ પ્રોસેસને અયોગ્ય ગણાવી હતી, જ્યારે બાકીના 438 લોકોએ (33.7%)એ યોગ્ય ગણાવી હતી. 

બંને પોલના આંકાડો ભેગા કરીએ તો ફેસબુક અને ટ્વિટર પર કુલ  8400 લોકોએ મત આપ્યો હતો. જેમાંથી 67% એટલે કે 5,663 લોકોએ કોરોના ટેસ્ટ કરાવવા માટે સરકારની મંજૂરી લેવી પડતી મંજૂરીને અયોગ્ય ગણાવી હતી. જ્યારે 33% એટલે કે 2,738 લોકોએ આ પ્રોસેસને યોગ્ય ગણાવી હતી. 

વિગતવાર Twitter Poll જોવા અહીં ક્લિક કરો
વિગતવાર Facebook Poll જોવા અહીં ક્લિક કરો

અન્ય સમાચારો પણ છે...