વાર્ષિક મહોત્સવ:આદિવાસી વિસ્તારમાં ધર્માંતરણ વધુ પ્રમાણમાં થઈ રહ્યું છે તેને અટકાવવા યજ્ઞનું આયોજન કરાયું છે; પાટીલ

વાંસદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
1008 કુંડીય વિશ્વશાંતિ વૈદિક મહાયજ્ઞમાં ઉપસ્થિત ભાજપ અધ્યક્ષનું બહુમાન કરાયું - Divya Bhaskar
1008 કુંડીય વિશ્વશાંતિ વૈદિક મહાયજ્ઞમાં ઉપસ્થિત ભાજપ અધ્યક્ષનું બહુમાન કરાયું
  • દંડકવન આશ્રમમાં 1008 કુંડીય િવશ્વશાંતિ વૈદિક મહાયજ્ઞમાં ભાજપ અધ્યક્ષે હાજરી આપી

વાંસદા તાલુકાના વાંસિયા તળાવ દંડકવન આશ્રમમાં 1008 કુંડીય વિશ્વશાંતિ વૈદિક મહાયજ્ઞ અને સાતમા વાર્ષિક મહોત્સવમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ઉપસ્થિત રહી મહાયજ્ઞનો લાભ લીધો હતો. આ પ્રસંગે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય રાવલદાસ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયા, મહેન્દ્રભાઈ કતારગામ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી.

વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ગામે આવેલ દંડકવન આશ્રમમાં ચાલી રહેલા અખિલ ભારતીય વિહંગમ યોગ સંત સમાજ દ્વારા આયોજિત મહર્ષિ સદાફલદેવ આશ્રમના સાતમા વાર્ષિક મહોત્સવમાં શનિવારે સવારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દીપ જ્યોતિ પ્રગટાવી સંત પ્રવર સદગુરૂ ઉત્તરાધિકારી વિજ્ઞાનદેવજી મહારાજના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે સી.આર.પાટીલ એ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં ધર્માંતરણ વધુ પ્રમાણમાં થઈ રહ્યું છે ત્યારે એને રોકીને જે કાર્યને અટકાવવુ જરૂરી છે, એના માટે આદિવાસીના ઉત્કર્ષ માટે યજ્ઞનું આયોજન કરાયું છે.

પૂજા-અર્ચના અને યજ્ઞ આપણી સંસ્કૃતિ અને પરંપરા છે. આ પરંપરાના કારણે વ્યકિત વિશેષનું નિર્માણ થાય અને સંતોના વાણીના પ્રભાવથી એ વ્યક્તિ વ્યસનથી દુર રહેવા સાથે એના કામમાં પ્રમાણિક રહે છે. એના માટે વ્યક્તિ વિશેષનું નિર્માણ કરી સમાજમાં કોઈ બદી ના આવે એ માટેની ચિંતા ધર્મ ગુરુઓ કરતા હોય છે.

આ પ્રસંગે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય રાવલદાસ, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયા, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ, મહેન્દ્રભાઈ કતારગામ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વિરલભાઈ વ્યાસ, જિલ્લા ભાજપ મહામંત્રી જીજ્ઞેશભાઈ, અશ્વિનભાઈ, ગણપતભાઈ માહલા, વાંસદા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકી સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...