વાંસદા તાલુકાના જામલીયા ગામના ઉપલા ફળિયામાં રહેતી એક મહિલાના પુત્રને સુગરની બિમારી અને નાણાંની તકલીફને લઈ સતત ટેન્શનમાં રહેતી હતી. જેને પગલે મહિલા ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ઘરની નજીક આવેલા વૃક્ષ પર ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાંસદા તાલુકાના જામલિયા ઉપલા ફળિયામાં રહેતા સંદીપ ઈન્દુભાઈ ચવધરીની પત્ની ચંપાબેન (ઉ.વ. 32)ના પુત્રને સુગરની બિમારી હોય અને પૈસાની પણ તકલીફ હોવાને કારણે સતત ટેન્શનમાં રહેતી હતી. 19મી મેના રોજ ચંપાબેન 8.30થી 10 કલાક દરમિયાન ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી જઇ ઘરની બાજુમાં આવેલ જંગલમાં કંરજના વૃક્ષ ઉપર ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતકના પતિ સંદીપ ચવધરીએ વાંસદા પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.