શહિદ પરિવારની ગુહાર:વાંસદા તાલુકાનાં પીપલખેડના વીરગતિ પામેલા બે શહિદના પરિવારને ક્યારે ન્યાય મળશે ?

ઉનાઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાબી બાજુથી રાયલુભાઈ ગાંગોડા અને મહેશભાઈ માહલા - Divya Bhaskar
ડાબી બાજુથી રાયલુભાઈ ગાંગોડા અને મહેશભાઈ માહલા
  • શહિદોના પરિવારોને સરકાર તરફથી કોઈપણ પ્રકારની મદદ મળી નથી
  • માત્ર વર્ષોથી થાલા અશ્વાસનો સિવાય કોઇ કામગીરી ન કરાતી હોવાનો આક્ષેપ

વાંસદા તાલુકાનાં પીપલખેડ ગામમાં રહેતા અને એક જ શાળામાં અભ્યાસ કરીને સેનામાં ભરતી થઈ બન્ને જવાનો માતૃભૂમિના રક્ષણ માટે આતંકવાદી સામે લડતા શહિદ થયા હતા. 27 વર્ષથી તેમનો પરિવાર તેમની યાદમાં શહિદ સ્મારક બનાવવા તેમને સરકારની કોઈ મદદ મળી નથી. તેમના ભાઈઓએ ઘણી વખત સરકારી કચેરીએ અને નેતાઓની ઓફિસો પર વર્ષોથી ધક્કા ખાય છે. વાંસદા તાલુકાના પિપલખેડ ગામના એક જ ગામના બે શહિદ પરિવારને ક્યારે મળશે ન્યાય ?

શહિદ મહેશભાઈ માહલાના પિતા
શહિદ મહેશભાઈ માહલાના પિતા

શહિદનું માન-સન્માન ભુલાયું
પીપલખેડ ગામના ‘CRPF’ અને BSF’ જવાન આતંકી મુઠભેડમાં વીરગતિ પામ્યા હતા. બંને શહિદોએ માતૃભૂમિના રક્ષણ માટે પોતાના પ્રાણની આહુતિ આપી તેમ છતાં 27 વર્ષ બાદ પણ શહિદનું માન-સન્માન ભુલાઈ ગયું છે. પીપલખેડના CRPFના જવાન મહેશભાઈ માહલા 14-06-1994 મણિપુર રાજ્યમાં ઉગ્રવાદીઓ સાથે વીરતાપૂર્વક લડતા ગોળી વાગતા વીરગતિ પામ્યા હતા. જ્યારે BSF રાયલુભાઈ ગંગોડા કાશ્મીરમાં ફરજ દરમિયાન તેમની બટાલિયન ટુકડી ઉદમપુર જિલ્લામાં આતંકી-મુઠભેડમાં આતંકીઓને ભગાડવામાં સફળ રહ્યા હતા પરંતુ પેટમાં ગોળી વાગતા માતૃભૂમિના રક્ષણ માટે પ્રાણની આહુતિ આપી હતી.

શહિદ જવાનના પરીવારને નેતાઓના જુટ્ઠા વાયદા
​​​​​​​
દેશ માટે શહિદી વહોરનાર વીર સપૂતોને સાચુ સન્માન મળવું જોઈએ તે ખરા અર્થમાં આજે 27 વર્ષ બાદ પણ મળ્યું નથી. આપણા નેતા, તંત્ર વીરગતિ પ્રાપ્ત કરનાર સપૂતોને સન્માન આપવાનું ભૂલી ગયા છે. શહિદ દિવસ નિમિત્તે શહિદોના પરિવાર સાથે ફોટોસેશન કરી ઉત્સવ મનાવનાર નેતાઓના જુટ્ઠા વાયદાઓ વચ્ચે પીપલખેડ ગામના શહિદ જવાન મહેશભાઈ માહલા અને CRPFના જવાન રાયલુભાઈ ગાંગોડાના આ બંને વિર સપૂતોની કહાની જાણવા માટે તેમના ગામની મુલાકાત લીધી હતી. જેમાં BSFના જવાન મહેશભાઈના ભાઈ સાથે વાત કરતા અમને ખબર પડી કે આ બે વીર જવાનનો પરિવાર આજે પણ સરકાર પાસે મદદની ગુહાર લગાવીને થાકી ગયો છતાં કોઈ પણ મદદ મળી નથી. માત્ર વર્ષોથી અશ્વાસનો જ મળી રહ્યા છે.

સરકાર શહિદના પરિવારને ન્યાય અપાવાને બદલે અવગણના કરે છે
શહિદના ભાઈઓએ ઘણી વખત સરકારી કચેરી અને નેતાની ઓફિસના ધક્કા ખાધા છે પણ ન્યાય મળ્યો નથી. શહિદ મહેશભાઈ માહલાના ભાઈએ જણાવ્યું કે બે-ચાર દિવસ પછી સરકાર શહિદને ભૂલી જાય છે. તે લોકો જે વાયદો કરે છે તે ક્યારેય પૂરો કરતા નથી. તેના કહ્યા પ્રમાણે સરકારે જમીન પણ આપી નથી, મારા ભાઈનું શહિદ સ્મારક પણ બનાવ્યું નથી.

શહિદના પરિવારને ન્યાય આપવાના બદલે સરકાર આદિવાસી પરિવારની અવગણના કરી રહ્યું છે. મહેશભાઈ માહલા ઉગ્રવાદીઓ સામે લડતા શહિદ થયા હતા. વરસાદી વાતાવરણના કારણે બટાલિયન ટૂકડીએ અંતિમ સંસ્કાર કર્યા હતા અને પરિવારને ફોટો અને અસ્થિ મોકલી આપી હતી.

મારા મરવા પહેલા પુત્રનું સ્મારક જોવા માગુ છું
મારો પુત્ર મહેશભાઈ માહલા દેશની રક્ષા કાજે શહિદ થયો છે. દેશ માટે શહિદ થયાનો અમને ગર્વ છે પરંતુ 27 વર્ષથી સરકાર તરફથી અમને મળવાપાત્ર જમીન તેમજ મારા પુત્રનું સ્મારક બનાવવામાં આવે તો જ તેને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અપાયેલી ગણાશેય મારા મરવા પહેલા હું મારા પુત્રનું સ્મારક જોવા માંગુ છું. જેથી સરકાર દ્વારા આ બાબતે અમને ન્યાય અપાવે. - રમેશભાઈ માહલા, શહિદ મહેશભાઈ માહલાના પિતા

સ્મારકની જાળવણી કોણ કરશે એવું કહીં માંગણીનો અસ્વીકાર કરી દેવામાં આવ્યો
મારો ભાઈ રાયલુભાઈ ગાંગોડા 1985થી પેરામિલિટરીમાં દેશની રક્ષા કાજે ફરજ બજાવતા હતા. જે દરમિયાન 22/11/1995મા જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહિદ થયા હતા. રાયલુભાઈ શહિદ થતા એમની પત્ની અને બે બાળકો નિરાધાર થયા હતા. જોકે થોડા સમય બાદ રાયલુભાઈની પત્નીનું પણ માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. જેથી એમના બે બાળકોની ઉછેરની જવાબદારી અમારા શિરે આવી હતી.

સરકારમાં અનેકવાર રજૂઆત કરી
એમના પુત્ર અને પુત્રી મોટા થતા પુત્રીને પરણાવી દીધી છે પરંતુ દેશની રક્ષામાં પોતાનું બલિદાન આપનાર શહિદ રાયલુભાઈનો પુત્ર અમિત પણ દેશની રક્ષા માટે મિલિટરીમાં ગયો હતો પરંતુ સદનસીબે કલરવિઝનને કારણે ફેઈલ થયો હતો. હાલમાં અમિતની આર્થિક સ્થિતિ ખરાબ હોય ગુજરાન ચલાવવા વાપી ખાનગી કંપનીમાં 8 હજારમાં કામ કરી રહ્યો છે. શહિદનો પુત્ર હોય નાની મોટી સરકારી નોકરી મળે એ માટે અમે ઘણીવાર સરકારમાં લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી પરંતુ કોઈ જગ્યાએથી યોગ્ય જવાબ મળ્યો નથી.

જમીન માટેની માંગણીનો અસ્વીકાર
​​​​​​​
આર્મી જવાનોને ફાળવવામાં આવતી જમીન માટે અમે સત્તાવીસ વર્ષથી માંગણી કરી રહ્યા છે છતાં આજદિન સુધી અમને જમીન ફાળવવામાં આવી નથી. આ ઉપરાંત રાયલુભાઈનું શહિદ સ્મારક બનાવવા માંગણી પણ કરી હતી પરંતુ સ્મારકની જાળવણી કોણ કરશે એવું કહી માંગણીનો અસ્વીકાર કર્યો હતો. શહિદ દિને અમને અધિકારીઓ દ્વારા બોલાવી માત્ર સ્ટેજ પર બોલાવી સન્માન કરી ફોટા પડાવી બાદમાં ભૂલી જતા હોય છે. રાજકીય નેતાઓ તેમજ અધિકારીઓ દ્વારા શહિદ દિને ઠાલા વચનો આપી બાદમાં તેમને કોઈ યાદ કરતું નથી. - કાસુભાઈ સોનુભાઈ ગાંગોડા, શહિદનો રાયલુભાઈનો ભાઈ

અન્ય સમાચારો પણ છે...