પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ખુડવેલમાં 10મી આવનાર હોય વલસાડ-ડાંગ સાંસદ ડો. કે.સી.પટેલે તાલુકાનો પ્રવાસ કરી લોકોને મોટી સંખ્યામાં કાર્યક્રમમાં આવવા હાંકલ કરી હતી. વાંસદા તાલુકાના ગામડામાં પ્રવાસ કરતા વલસાડ-ડાંગના સાંસદ ડો. કે.સી.પટેલે ધારાસભ્ય પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે 5 વર્ષમાં ધારાસભ્યએ શું કર્યું ? તેનો હિસાબ માંગો. 5 વર્ષમાં ધારાસભ્ય અનંત પટેલ ફક્ત રેલી વિરોધ પ્રદર્શન જ કર્યા છે. લોકોપયોગી કામો વિકાસના કામો સરકારી યોજનાઓથી પ્રજા વંચિત રાખવાનું કામ આ કોંગ્રેસે કર્યું છે.
ધારાસભ્ય એકબાજુ પાણી સંગ્રહ થાય તેવી ડેમ યોજનાનો વિરોધ કરે છે અને બીજી બાજુ પાણી મળતું નથી એમ કહીં પાણીયાત્રાઓ કાઢે છે. વાંસદા તાલુકાની જનતા આવા લોકોને ઓળખે જે ફક્ત પોતાના રાજકીય રોટલા શેકવા ભોળી આદિવાસી પ્રજાનો ઉપયોગ કરી રહ્યાં છે.
ખુડવેલમાં નરેન્દ્ર મોદી આદિવાસી સમાજને સંબોધવાના હોય તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં હાજર રહે તેવી હાંકલ કરી કરી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત શાસક પક્ષ નેતા શિવેન્દ્રસિંહ સોલંકી, નવસારી જિલ્લા ભાજપ મહામંત્રી ગણપત માહલા, હસમુખભાઈ, ચંદ્રકાંતભાઈ આદિ સરપંચો-કાર્યકરો હાજર રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.