તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:અમને માત્ર ન્યાય જોઈએ બીજું કંઈ જ નહીં : મૃતકના સ્વજનો, મૃતકના પરિવારની MLA સાથે મુલાકાત

વાંસદા16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડાંગના યુવાનના મૃત્યુના કેસમાં હાલ સુધી ધરપકડ નહીં કરાતાં આ યુવાનોના પરિવાર વાંસદામાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને અને રૂઢિપ્રથા મહાગ્રામ સભાના અધ્યક્ષ રમેશભાઈ પટેલની સાથે મુલાકાત કરી હતી. ચીખલીમાં કસ્ટોડિયલ ડેથ બાબતે ડાંગના મૃતક યુવાન પરિવાર આગેવાનો સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને મળ્યાં હતા. જે અપમૃત્યુ પામેલા સુનિલ પવારના ભાઈ અને બહેને માત્ર ન્યાય જોઈએ છે બીજું કંઈ નહીં એવી રજૂઆત કરી હતી.

આ મિટીંગમાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે જ્યાં સુધી આદિવાસી યુવાનોના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી બેસીશું નહીં. જવાબદાર અધિકારીઓને તાત્કાલિક પકડવામાં નહીં આવે ત્યાં સુધી અમારુ આંદોલન ચાલુ રહેશે. આ મિટીંગમાં હાજર રમેશ પટેલે જણાવ્યું હતું કે આદિવાસી યુવકો પર કસ્ટડીમાં જવાબદાર પોલીસ અધ્યક્ષ દ્વારા દમન ગુજારવામાં આવ્યો હતો, જેના કારણે બંને યુવાનો મજબૂર બન્યા હતા પરંતુ અમારી લડાઈ ચાલુ રહેશે. આ મુલાકાતમાં ડો.અનિલ પટેલ, કૌશિક પટેલ, નિલેશ પટેલ, ધીરજ દળવી અને ગમન ભોંયા હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...