તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વાંસદા કોટેજના વોર્ડબોય સ્વીપરો પગારથી વંચિત

વાંસદા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25 કર્મીઓએ ધારાસભ્યને રજૂઆત કરી

વાંસદાના કોટેજ હોસ્પિટલમાં કોરોના કાળમાં તાત્કાલિક ભરતીના નામે 25 ભાઈ-બહેન કે જેઓ વોર્ડબોય અને સ્વીપરો તરીકે સેવા આપી રહ્યાં હતા. તેઓની કામગીરી કોરોના વોરિયર્સ તરીકેની હતી. કોરોનાના કાળમાં એક પિતા પોતાના પુત્રની કે એક પુત્ર એના પિતાની સેવા કરી રહ્યો ન હતો, એવા સમયે જીવના જોખમે આ સ્વીપર અને વોર્ડ બોય ભાઈ-બહેનોએ સેવા બજાવી છે ત્યારે કોરોના વોરિયર્સ એવા ભાઈ-બહેનોને છેલ્લા 2 મહિનાથી પગાર નહીં મળવાને કારણે સોમવારે વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જેમાં તેઓની માંગણી છે કે, અમોને પગાર સાથે બક્ષિસ પણ આપવામાં આવે અને કોટેજ હોસ્પિટલમાં ખાનગી ધોરણે રાખવામાં આવે.

પગાર નહીં કરાશે તો ધરણાં પ્રદર્શન
કોરોનાના કપરા સમયમાં સેવા કરનારા અને પોતાની જાન જોખમમાં નાંખનારા વોર્ડબોય અને સ્વીપરોનો પગાર સમયસર કરવો જ જોઈએ. જો આ પગાર નહીં કરવામાં આવશે તો કર્મચારીઓને લઈને ધરણા પ્રદર્શન કરીશું.> અનંતભાઈ પટેલ, ધારાસભ્ય, વાંસદા-ચીખલી

અન્ય સમાચારો પણ છે...